Navsari : પહેલા તણખા ઝર્યા, પછી DGVCL ની D.P. માં લાગી વિકરાળ આગ, લપટો ઊંચે સુધી ઉઠતા નાસભાગ
નવસારીમાંથી (Navsari) DGVCL ની ડી.પીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ડી.પી. ભડકા સાથે સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને (fire brigade) જાણ કરાતા ફાયર ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કે થોડા સમય પહેલા ભડકો થતાં DGVCL કચેરીમાં જાણ કરાઈ હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરાઈ નહોતી.
નવસારીમાં (Navsari) આવેલા દાંડી રોડ પરના એરૂ ચાર રસ્તા પાસે મારુતિ પેલેસ નજીક મુખ્ય માર્ગ પર DGVCL ની ડી.પી. આવેલી છે. જો કે, આ ડી.પી.માં અચાનક ભડકો થયો હતો. ભડકો થયા બાદ ડી.પી.માં આગ લાગી હતી. આ આગ જોતા જોતા વિકરાળ બની હતી. આગની જવાળા ઊંચે સુધી ઊઠતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક દ્વારા ત્વરિત ફાયર બ્રિગેડને ફોન કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. વિકરાળ આગ શાંત થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
નવસારીમાં DGVCLના વીજ ટ્રાન્સફોર્મરમાં આગ
દાંડી રોડ પર આવેલ વીજ ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું
ટ્રાન્સફોર્મર ભડકા સાથે સળગી ઉઠતા અફરાતફરી મચી
ઘટનાની જાણ DGVCLમાં કરી છતાં કામગીરી ન કર્યાની રાવ#Gujarat #Navsari #DGVCL #Transformer #Fire #GujaratFirst pic.twitter.com/2qTJpZL10M— Gujarat First (@GujaratFirst) May 16, 2024
પ્રી-મોન્સૂન કામગીરી કરાઇ છતાં D.P. માં લાગી આગ
બીજી તરફ સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે, થોડા સમય પહેલા જ્યારે ડી.પી.માં (fire in D.P.) ભડકો થયો હતો ત્યારે જ DGVCL કચેરીમાં (DGVCL office) જાણ કરી હતી. પરંતુ, તેમ છતાં વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરાઈ નહોતી. સાથે જ DGVCL દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી કરાઇ હોવા છતાં ડી.પી. સળગી જતાં વિભાગની કામગીરી સામે કેટલાક સવાલ ઊઠ્યા છે.
આ પણ વાંચો - Junagadh : મહાકાય વૃક્ષ ધરાશાયી, બે લોકો સહિત કારચાલકનો આબાદ બચાવ, જુઓ હચમચાવે એવો Video
આ પણ વાંચો - Una Car Accident: ઊનામાં અકસ્માતના કાળજું કંપાવતા દ્રશ્ય, સિનિયર સિટીઝનને કચડી કાર દુકાનમાં ધુસી
આ પણ વાંચો - PORBANDAR : હવે તો ડોક્ટર પણ નકલી! માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કરેલો બોગસ ડૉક્ટર રંગેહાથ ઝડપાયો