Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ તારીખે PM મોદી આવશે માદરે વતન,વિવિધ પ્રોજેકટનું કરશે ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં મહેસાણામાં PM મોદીની સભાને લઈને તૈયારીઓ શરૂ થઇ છે. તેમાં 30 ઓક્ટોબરે PM મોદી મહેસાણા જશે. જેમાં 4778 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કરશે. તથા મહેસાણા, પાટણ, બનાસકાંઠાની સંયુક્ત સભાને PM...
આ તારીખે pm મોદી આવશે માદરે વતન વિવિધ પ્રોજેકટનું કરશે ખાતમુહૂર્ત
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં મહેસાણામાં PM મોદીની સભાને લઈને તૈયારીઓ શરૂ થઇ છે. તેમાં 30 ઓક્ટોબરે PM મોદી મહેસાણા જશે. જેમાં 4778 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કરશે. તથા મહેસાણા, પાટણ, બનાસકાંઠાની સંયુક્ત સભાને PM મોદી સંબોધશે.

Advertisement

PM મોદી વિવિધ કામોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કરશે

Advertisement

30 ઓક્ટોબરના રોજ પીએમની સભાને લઈને તૈયારીઓ થઇ રહી છે. મહેસાણા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ  યોજી માહિતી  આપી હતી . ત્યારે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે માહિતી  આપતા  જણાવ્યું કે રૂપિયા 4778 કરોડ કરતા વધુના કામનું પીએમ મોદીના હસ્તે ખાત મુહૂર્ત અને લોકાપર્ણ થશે. તેમજ મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની સંયુક્ત સભાને પીએમ મોદી સંબોધશે. મહેસાણા ભાજપ દ્વારા મોટી સંખ્યામાં લોકો સભા સ્થળ સુધી પહોંચે તે માટે આયોજન કરાયું છે.

મળતી માહિતી મુજબ 30 અને 31 તારીખે રાજ્યની મુલાકાતે આવશે. ઉત્તર ગુજરાતના ખેરાલુ વિધાનસભા વિવિધ લોકાર્પણના કામો સહિત સભા સંબોધન કરશે. 31 ઓક્ટોબર કેવડિયા ખાતે એકતા પરેડમાં પણ આપશે હાજરી. પીએમ મોદીની બે દિવસય મુલાકાતને લઈને ગુજરાત ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજા દિવસે કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે, ઉલ્લેખનીય છે કે ટૂંકા અંતરે પીએમ મોદીનો આ બીજો ગુજરાત પ્રવાસ છે.

વડાપ્રધાન મોદી 26 અને 27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા

અગાઉ વડાપ્રધાન મોદી 26 અને 27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તે પછી તેઓ છોટાઉદેપુર લોકસભા મતક્ષેત્રના બોડેલી ખાતે વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમૂહૂર્તના કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને બહોળી સંખ્યામાં જનમેદનીને સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે આ મુલાકાત ખાસ બનાવવા માટે કમલમમાં પણ બેઠકોનો દોર શરૂ થશે તેવી અટકળો શરૂ થઇ છે.

આ  પણ  વાંચો -મોરબી પુલકાંડ : 3 પાટીદાર નેતાઓના નિવેદનથી કોંગ્રેસ પક્ષ અળગો થઇ ગયો..! વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×