રાજકોટ બન્યું હત્યાકાંડ ભાગ-4 માટે જવાબદાર, હવે સુરત-મોરબી-વડોદરા બાદ કયું શહેર?
Rajkot Gamezone: ફરી એકવાર ગુજરાત (Gujarat) ના ભુલકાંઓનો જીવ લોભિયાઓએ મુશ્કેલીમાં મૂક્યો છે. આ પહેલા પણ અનેકવાર ગુજરાત રાજ્યમાં અનેક હ્રદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે, જેમાં માસૂમ ભુલકાંઓનો જીવ ગયો છે.
ગુજરાતમાં અત્યાર સુધી 4 હત્યાકાંડ થયા
સુરત-મોરબી-વડોદરામાં અનેક માસૂમોના જીવ ગયેલા
રાજકોટના ગેમઝોનમાં 24 લોકોએ જીવ ગુમાવ્યા
તાજેતરમાં Rajkot ના કાલાવડ રોડ પર આવેલા મોકાજી સર્કલ પાસે આવેલા TRP Gamezone માં ભીષણ આગ લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે Gamezone ની અંદર અનેક બાળકો રમી રહ્યા હતા. આગના ગોટે-ગોટા કાલાવડ તાલુકામાં પ્રસરી રહ્યા છે. તો ઘટનાસ્થાળ એકસાથે 10 જેટલી અગ્નિશામક દળની ટીમ તૈનાત છે. તે ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની સૂચના બહાર પાડી છે. તે ઉપરાંત આ ઘટનામાં અનેક માતા-પિતાએ તેના માસૂમ બાળકોને ગુમાવ્યા છે.
આપણે વાત કરી સૌ પ્રથમ અમદાવાદના આવેલા કાંકરીયામાં આવેલી રાઈટ્સમાં મોટી ખાસી સર્જાઈ હતી. ત્યારે આ ઘટનામાં 29 જેટલા લોકો ઘાયલ થયા હતા, તે ઉપરાંત બે લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટના લઈને સરકાર દ્વારા આવી ગુજરાત રાજ્યમાં બીજી કોઈ ઘટના ન બને તે માટે વિવિધ કાયદાઓ અને સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Rajkot : ગેમઝોનમાં ભીષણ આગ,11 ના મોત, LIVE Updates
સુરતની તક્ષશિલામાં થયેલા હત્યાકાંડની વિગતો
તો આ ઘટનાના કરૂણ દ્રશ્યો મનમાંથી ભૂસ્યાં ન હતા, તો સુરતમાં આવેલી તક્ષશિલામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા. ત્યારે તક્ષશિલાની અંદર ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને સુરત સહિત સમગ્ર ગુજરાતના લોકોનો જીવ હચમચી ગયો હતો. સુરતની તક્ષશિલામાં જ્યારે આગ લાગી હતી, ત્યારે વિદ્યાર્થીઓ આગમાં સળગી ના જાય, તેના ડરથી ઈમારત પરથી કૂદી જતા હતા. ત્યારે આ ઘટનામાં અનેક 22 જેટલા માતા-પિતાનાએ તેમના બાળકોને ગુમાવ્યા હતા.
આ પણ વાંચો: Rajkot અગ્નિકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, ગુજરાતના તમામ Game Zone બંધ કરવા આદેશ…
ગુજરાતના મોરબી પુલમાં જે અકસ્માત સર્જાયો હતો, તે અકસ્માત નહીં, પરંતું હત્યાકાંડ હતો. ગુજરાતની ઓરવે કંપનીને આ પુલની મરામતની કામગીરી સોંપવામાં આવી હતી. સરકારે મોરબીના ઝુલતા પુલનું નિરિક્ષણ કરીને તેની સંપૂર્ણ રીતે મરામતની જવાબદારી ઓરેવા ગ્રુપને સોંપવામાં આવી હતી. આ એ કંપની જે છે ઘડિયાળો બનાવતી હતી. ત્યારે આ કંપની સરકાર પાસે મોટા પૈસા પડાવીને મરામતના નામે પુલમાં તેલ અને નવા ખિલાખોડીને નાગિરિકો માટે શરૂ કર્યો હતો. પરંતુ 30 ઓક્ટેબર 200 ના રોજ મોરબીના ઝુલતા પુર આશરે 200 કરતા વધારે લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે આ પુલની એટલી ક્ષમતા હતી નહીં. ત્યારે આ મોરબીનો ઝુલતો પુલ એકાએક તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં સરકારના કહ્યા પ્રમાણે કુલ 141 લોકોના મોત નિપજ્યા અને 180 ઉપરાંત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
વડોદરાના હરણી લેકમાં થયેલા હત્યાકાંડની વિગતો
તાજેતરમાં વડોદરમાં થયેલા હરણી કાંડએ તો ગુજરાત સહિત દેશના દરેક લોકોના જીવને તાળવે ચોટાડી દીધો હતો. આ ઘટનામાં વડોદરાની સનરાઈસ શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે હરણી લેક પર આવ્યા હતા. ત્યારે માસૂમ બાળકોની આ અંતિમ યાત્રા હશે, તેની માસૂમ બાળકોને જાણ ન હતી. આ બોટની અંદર હરણી લેકના વ્યક્તિઓ દ્વારા બોટની ક્ષમતા કરતા વધારે નાના બાળકો સાથે શિક્ષકોને બેસાડવામાં આવ્યા હતા. તો બીજી તરફ બાળકો સેફ્ટી જેકેટ પણ પહેરાવામાં આવ્યો ન હતો. ત્યારે હરણી લેકની વચોવચ બોટ ડૂબી ગઈ હતી. આ ઘટનામાં કુલ 16 ભુલકાંઓના જીવ પાણીમાં હોમાયા હતા.