Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Parshottam Rupala : એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ, બીજી તરફ રૂપાલાનો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રુપાલાના (Parshottam Rupala) વિરોધમાં એક તરફ પોસ્ટર લાગી રહ્યા છે ત્યારે બીજી તરફ પરશોત્તમ રુપાલા પણ પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. આજે તેઓ વહેલી સવારે રાજકોટમાં વકીલ દિલીપ પટેલના ઘરે...
parshottam rupala   એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ  બીજી તરફ રૂપાલાનો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર
Advertisement

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રુપાલાના (Parshottam Rupala) વિરોધમાં એક તરફ પોસ્ટર લાગી રહ્યા છે ત્યારે બીજી તરફ પરશોત્તમ રુપાલા પણ પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. આજે તેઓ વહેલી સવારે રાજકોટમાં વકીલ દિલીપ પટેલના ઘરે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપશે. સુરેન્દ્રનગરના (Surendranagar) લીંબડીમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની મહત્ત્વની બેઠક અને વિરોધરૂપે રેલીનું પણ આયોજન કરાયું છે. ક્ષત્રિય સમાજ આ લડાઈને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની તૈયારીમાં છે.

રાષ્ટ્રીય સ્તરે લડતની ક્ષત્રિય સમાજની તૈયારી

કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલાની (Parshottam Rupala) સામે ક્ષત્રિય સમાજમાં (Kshatriya Samaj) હાલ પણ વિરોધ યથાવત છે. માહિતી મુજબ, પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજની લડાઈ હવે રાષ્ટ્રીય સ્તરે પહોંચી છે. રાજકોટ ખાતે આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની મહત્ત્વની બેઠક અને રેલીનું આયોજન કરાયું છે. રવિવારે ક્ષત્રિય સમાજનું ધંધુકામાં (Dhandhuka) મહાસંમેલન પણ મળશે. પ્રાપ્ત અહેવાલ મુજબ, ધંધુકાના મહાસંમેલનમાં કરણી સેનાના મહિપાલસિંહ (Mahipal Singh) પણ હાજરી આપશે. આ સાથે બે દિવસમાં સમગ્ર મુદ્દે રાષ્ટ્રીય સ્તરે લડતની ક્ષત્રિય સમાજની તૈયારી છે. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હવે બીજા રાજ્યોમાં પણ આ મુદ્દો લઇ જશે. ક્ષત્રિય સમાજ રાજસ્થાન (Rajasthan) અને મધ્યપ્રદેશ (Madhya Pradesh) સહિત રાજ્યોમાં આ અંગે બેઠક કરશે એવી ચર્ચા છે.

Advertisement

પરશોત્તમ રૂપાલાનો પૂરજોશમાં પ્રચાર

સુરેન્દ્રનગરની વાત કરીએ તો લીંબડીમાં (Limbadi) પરશોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો દ્વારા લીંબડી ગ્રીનચોક, બસ સ્ટેન્ડ રોડ, મેઈન બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટર થકી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરાઈ છે. જણાવી દઈએ કે, એક તરફ જ્યાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય સમાજ અડગ છે ત્યારે બીજી તરફ પરશોત્તમ રૂપાલા પણ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. આજે વહેલી સવારે રાજકોટ ખાતે વકીલ દિલીપ પટેલના ઘરે યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહેશે.

Advertisement

ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજરી આપશે

માહિતી મુજબ, આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) પણ ઉપસ્થિત રહેશે. જણાવી દઈએ કે, રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે. બહુમાળી ચોક, મોટી ટાંકી ચોક, મહિલા કોલેજ અંડરબ્રિજ સહિતના વિસ્તારોમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, તમામ વિવાદ વચ્ચે પરશોતમ રૂપાલાને બદલવાની અટકળો વચ્ચે ભાજપે (BJP) પણ રૂપાલાની ટિકિટ રદ નહિં થાય તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો છે.