Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan Con-BJP: ગુજરાતના વધુ એક જિલ્લામાં કોંગ્રેસને લાગ્યો 300 વોલ્ટનો ઝટકો

Patan Con-BJP: હાલમાં, દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ની લહેર પ્રસરી છે. તો આ વખતે BJP સરકાર દ્વારા 400 પારના નારા લગાવામાં આવી રહ્યા તો. તો બીજી તરફ Congress ને ચૂંટણી (Lok Sabha Election) પહેલા એક પછી એક...
patan con bjp  ગુજરાતના વધુ એક જિલ્લામાં કોંગ્રેસને લાગ્યો 300 વોલ્ટનો ઝટકો
Advertisement

Patan Con-BJP: હાલમાં, દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ની લહેર પ્રસરી છે. તો આ વખતે BJP સરકાર દ્વારા 400 પારના નારા લગાવામાં આવી રહ્યા તો. તો બીજી તરફ Congress ને ચૂંટણી (Lok Sabha Election) પહેલા એક પછી એક ઝટકો મળી રહ્યો છે.

  • ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસને મળ્યો ઝટકો
  • સિદ્ધપુર મતવિસ્તારમાં કોંગ્રેસમાં પડ્યું ભંગાણ
  • એક સાથે 300 કોંગ્રેસ કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો

ત્યારે ફરી એકવાર ગુજરાતમાં Congress ને મોટો ઝટકો મળશે. જોકે પહેલા જ ગુજરાતમાંCongress ના મોટા નેતાઓ દ્વારા BJP નો સાથ છોડી કેસરિયા ધારણ કરવામાં આવ્યો છે. તો વધુ એક જિલ્લામાંથી Congress ના આગેવાનો દ્વારા કેસરિયા ધારણ કરવામાં આવશે.

Advertisement

Patan Con-BJP

Advertisement

સિદ્ધપુર મતવિસ્તારમાં કોંગ્રેસમાં પડ્યું ભંગાણ

ત્યારે ચૂંટણીના પડઘમ વચ્ચે પાટણ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ને અનુલક્ષીને સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારના 20 થી વધુ ગામના Congress ના સરપંચો, પૂર્વ સરપંચો, ઉપસરપંચો અને આગેવાનો Congress નો સાથ છોડ્યો છે. આજે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત અને પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ હાથ છોડી કેસરિયો ધારણ કર્યો હતો.

Patan Con-BJP

એક સાથે 300 કોંગ્રેસ કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ આગેવાનો અને કાર્યકરોને BJP નો ખેસ પહેરાવી આવકાર્યા હતા. તેથી સિધ્ધપુર વિધાનસભા મતવિસ્તારના 300 જેટલા કોંગી આગેવાનો કાર્યકરો આજે એક સાથે BJP મા જોડાતા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે.

આ પણ વાંચો: Kawasaki Disease Case: લાખોમાં એક વ્યક્તિને થતી બીમારીનો કેસ આણંદ જિલ્લામાંથી આવ્યો સામે

Tags :
Advertisement

.

×