Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UAE માં BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સમારોહનું આમંત્રણ સ્વીકારતા PM મોદી

અબુ ધાબીમાં BAPS મંદિરનો શુભારંભ માટે પીએમને આમંત્રણ પાઠવવામાં આવ્યું અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ ધાર્મિક પ્રસંગે પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 14 ફેબ્રુઆરી 2024 ના રોજ યોજાનાર ઉદ્ઘાટન...
uae માં baps હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સમારોહનું આમંત્રણ સ્વીકારતા pm મોદી
Advertisement

અબુ ધાબીમાં BAPS મંદિરનો શુભારંભ માટે પીએમને આમંત્રણ પાઠવવામાં આવ્યું

અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ ધાર્મિક પ્રસંગે પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 14 ફેબ્રુઆરી 2024 ના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારોહ માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ આ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. આ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે ઉત્સાહપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું.

Advertisement

Advertisement

પ્રધાનમંત્રી કાર્યાલયમાં BAPS સંતોની બેઠક યોજાઈ હતી

તે ઉપરાંત પ્રધાનમંત્રી કાર્યલયમાં પૂજ્ય સ્વામી અને પીએમ મોદી વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીએ ભારતને વૈશ્વિક સ્તરે ખાસ સિદ્ધીઓ અને અન્ય દેશની સરખામણીમાં UAE અને અન્ય મધ્ય પૂર્વીય દેશ સાથેના સંબંધો પર સંતોએ તેમને બિરદાવ્યા હતા. BAPS પ્રતિનિધિ મંડળે પ્રધાનમંત્રી મોદીજીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી તેમજ પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વએ વિશ્વભરના ભારતીયોમાં જે ગૌરવ અને પ્રેરણા જન્માવી છે તેની પણ ચર્ચા કરી.

પ્રમુખસ્વામી મહારાજની સાથેની તેઓની અંગત અને અમર સ્મૃતિઓને યાદ કરી પ્રધાનમંત્રી ભાવવિભોર થયા હતા. પ્રધાનમંત્રીએ અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ચેરમેન અશોક કોટેચા, વાઇસ ચેરમેન યોગેશ મહેતા અને ડિરેક્ટર ચિરાગ પટેલના કાર્યોને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રીએ તેઓના હળવા અંદાજમાં  ચિરાગ પટેલને ટેનિસ પ્રત્યેના તેમના પ્રેમ અને તેમના પિતા રોહિતભાઈ પટેલ અને દાદા પી ડી પટેલ વિશે પૂછ્યું; અને તેઓના બાળકોને સતત મહેનત કરતા રહેવા અને રમતમાં સફળતા હાંસલ કરવા પ્રોત્સાહિત કર્યા.

પ્રધાનમંત્રીએ BAPS મંદિરની સ્થાપના પર મંતવ્યો વ્યક્ત કર્યા

પ્રધાનમંત્રી સમક્ષ અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરના નિર્માણ અંગેની નવીનતમ માહિતી રજૂ કરાઈ હતી. તેમાં પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, “આ મંદિર વસુધૈવ કુટુંબકમના આદર્શને પ્રતિબિંબિત કરશે - એક એવું આદર્શ આધ્યાત્મિક સ્થાન, જે માત્ર માન્યતાઓ અને પરંપરાઓ જ નથી દર્શાવતું, પરંતુ વિવિધ સંસ્કૃતિઓના સંગમરૂપ પણ છે.” આ મુલાકાતની અંતિમ ક્ષણોમાં ભારતના આધ્યાત્મિક વિકાસ અને વૈશ્વિક આગેવાની માટે પ્રધાનમંત્રીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. પૂજ્ય સંતોએ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રધાનમંત્રીને અપાયેલ અંગત આમંત્રણમાં ‘પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર મોદી સાહેબ” ના સંબોધનમાં પ્રતિબિંબિત થયા હતા.

આ પણ વાંચો: GONDAL : PGVCL કર્મચારીઓએ 12,500 ફૂટની ઊંચાઈએ આવેલું કેદારકંઠા શિખર સર કર્યું

Tags :
Advertisement

.

×