Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rain in Gujarat : 4 કલાકમાં 47, 2 કલાકમાં 35 તાલુકામાં મેઘમહેર, સિઝનનો માત્ર 26 ટકા જ વરસાદ

Rain in Gujarat : રાજ્યમાં છેલ્લા 4 કલાકમાં 47 તાલુકા જ્યારે 2 કલાકમાં 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધી નવસારી (Navsari), ગણદેવી, વાંસદા, સુરતના (Surat) માંડવી, ડાંગ અને તાપીનાં ડોલવણ, નિઝર, સોનગઢ સહિતના વિસ્તારોમાં...
rain in gujarat   4 કલાકમાં 47  2 કલાકમાં 35 તાલુકામાં મેઘમહેર  સિઝનનો માત્ર 26 ટકા જ વરસાદ

Rain in Gujarat : રાજ્યમાં છેલ્લા 4 કલાકમાં 47 તાલુકા જ્યારે 2 કલાકમાં 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધી નવસારી (Navsari), ગણદેવી, વાંસદા, સુરતના (Surat) માંડવી, ડાંગ અને તાપીનાં ડોલવણ, નિઝર, સોનગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જ્યારે, સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં ગણદેવી (Gandevi), વલસાડ, સુરતના માંડવી અને તાપીનાં (Tapi) સોનગઢમાં વરસાદ પડ્યો છે. નવસારીના ગણદેવીમાં સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પંચમહાલ જિલ્લામાં હડફ ડેમમાં નવા નીરની આવક થઈ છે. જો કે, રાજ્યમાં હજુ સુધી માત્ર 26 ટકા જ વરસાદ થયો છે.

Advertisement

રાજ્યમાં 4 કલાકમાં 47 અને 2 કલાકમાં 35 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદ પડ્યો છે. માહિતી મુજબ, છેલ્લા 4 કલાકની વાત કરીએ તો સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં જ્યારે સવારે 8 થી 10 કલાક દરમિયાન 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. ગણદેવીમાં 4 કલાકમાં 6 ઇંચ, નવસારીમાં 2 ઇંચ અને ચીખલીમાં (Chikhli) દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે, વાંસદામાં દોઢ ઇંચ અને વલસાડમાં (Valsad) સવા ઇંચ, સુરતના માંડવી, ડાંગનાં વધઇમાં 1-1 ઇંચ અને તાપીનાં ડોલવણ, નિઝર, સોનગઢમાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Advertisement

હડફ ડેમમાં જળસપાટી વધી, ગણદેવીમાં 6 ઇંચ વરસાદ

જ્યારે 2 કલાક દરમિયાન, ગણદેવીમાં પોણા 4 ઇંચ, વલસાડમાં 1, નવસારીનાં વાંસદમાં 1 ઇંચ, સુરતનાં માંડવીમાં (Mandvi) 1, તાપીનાં ઉચ્છલમાં 1 ઇંચ, સોનગઢમાં પણ 1 ઇંચ વરસાદ થયો છે. માહિતી મુજબ, પંચમહાલ (Panchmahal) જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. હડફ ડેમમાં (Hadaf Dam) નવા નીરની આવક થઈ છે. અનરાધાર વરસાદથી ડેમની જળસપાટી 164.40 મીટર પહોંચી છે. ડેમમાંથી પાણી પણ છોડાયું છે. ગણદેવી તાલુકામાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ થયો છે. જો કે, અત્યાર સુધી રાજ્યમાં 26 ટકા જ વરસાદ થયો છે. રાજ્યનાં 18 જિલ્લામાં 20 ટકાથી વધુ વરસાદની (Rain in Gujarat) ઘટ નોંધાઈ છે. રાજ્યમાં સરેરાશ સવા 9 ઈંચ જેટલો વરસાદ થયો છે. જણાવી દઈએ કે, ગત વર્ષે 12 જુલાઈ સુધીમાં સિઝનનો 48 ટકા વરસાદ થયો હતો. 14 જુલાઈએ નૈઋત્વનાં ચોમાસાને એક મહિનો પૂર્ણ થઈ જશે.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar: એએએ…ગઈ! જોત જોતામાં નદીનો તેજ પ્રવાહ કારને તાણી ગયો

આ પણ વાંચો - ગોંડલ શહેરમાં વરસાદી ઝાપટા, ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે 2 થી 3 ઈંચ વરસાદ

આ પણ વાંચો - Surat: વરસાદી પાણીમાં ફસાઈ સ્કૂલ વાન,જુઓ video

Tags :
Advertisement

.