Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot Gamezone Fire : અગ્નિકાંડને લઈ કોંગ્રેસની 'ન્યાય યાત્રા', ACB ની તપાસથી બિલ્ડર લોબીમાં ફફડાટ!

Rajkot Gamezone Fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં તપાસનો સિલસિલો યથાવત છે. દરમિયાન, કોંગ્રેસ (Congress) મેદાને આવ્યું છે. કોંગ્રેસ મોરબીથી રાજકોટ (Rajkot) અને ત્યાર બાદ અમદાવાદ સુધી ન્યાય યાત્રા યોજશે. આ ન્યાય યાત્રા ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં શરૂ થશે. જ્યારે...
rajkot gamezone fire   અગ્નિકાંડને લઈ કોંગ્રેસની  ન્યાય યાત્રા   acb ની તપાસથી બિલ્ડર લોબીમાં ફફડાટ
Advertisement

Rajkot Gamezone Fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં તપાસનો સિલસિલો યથાવત છે. દરમિયાન, કોંગ્રેસ (Congress) મેદાને આવ્યું છે. કોંગ્રેસ મોરબીથી રાજકોટ (Rajkot) અને ત્યાર બાદ અમદાવાદ સુધી ન્યાય યાત્રા યોજશે. આ ન્યાય યાત્રા ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં શરૂ થશે. જ્યારે બીજી તરફ ACB એ આ અગ્નિકાંડમાં આરોપી પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાએ (TPO officer Mansukh Sagathia) મંજૂર કરેલી તમામ TP સ્કીમની માહિતી માગી છે, જેના કારણે બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે.

કોંગ્રેસની મોરબીથી અમદાવાદ, સુરત સુધી ન્યાય યાત્રા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં પીડિતો પરિવારોને ઝડપી ન્યાય મળે અને જવાબદારો સામે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય એવી માગ સાથે કોંગ્રેસ (Congress) મેદાને આવ્યું છે. માહિતી મુજબ, કોંગ્રેસ પક્ષ દ્વારા ઓગસ્ટ મહિનાનાં પહેલા સપ્તાહ દરમિયાન મોરબીથી (Morbi) ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે. આ ન્યાય યાત્રા (Nyay Yatra) મોરબીથી રાજકોટ પહોંચશે અને ત્યાર બાદ અમદાવાદ (Ahmedbad) થી સુરત જશે. આ ન્યાય યાત્રામાં દેશભરમાંથી અલગ-અલગ સંગઠનના લોકો જોડાશે. તેમ લાલજીભાઈએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું.

Advertisement

ACB ની તપાસથી બિલ્ડર લોબીમાં ફફડાટ!

બીજી તરફ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone Fire) આરોપી પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓ વધી શકે છે. માહિતી મુજબ, ACB એ સાગઠિયાએ મંજૂર કરેલી TP સ્કીમ સંબંધિત તમામ વિગતો માગી છે. ACB માહિતી માંગતા બિલ્ડર લોબીમાં (Builder Lobby) ફફડાટ જોવા મળી રહ્યો છે. અનેક બિલ્ડરનાં પ્લાન નિયમ વિરુદ્ધ મંજૂર કર્યા હોવાની ચર્ચા વચ્ચે બિલ્ડર લોબીમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. બિલ્ડરો સાથે વેપાર કરતા સોની વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે. કયો પ્લાન્ટ કયાં કન્સલ્ટન્ટ દ્વારા મૂકવામાં આવ્યો તેની પણ વિગત માંગવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Dwarka : પરિવારનાં સામૂહિક આપઘાત કેસમાં વધુ 2 ની ધરપકડ, SIT ની રચના કરાઈ

આ પણ વાંચો - Ahmedabad : BJP નેતા વિરુદ્ધ પત્નીનાં ગંભીર આક્ષેપ- મારઝૂડ કરી મારી નાખવાની ધમકી આપે છે !

આ પણ વાંચો - Mehsana : ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળામાં જ ગળેફાંસો ખાદ્યો

Tags :
Advertisement

.

×