Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Accident : ધોરાજી નજીક ગમખ્વાર અકસ્માત, 4 ના મોત

Accident : રાજકોટના ધોરાજી (Dhoraji)અકસ્માતમાં(Accident )ચાર વ્યક્તિના મોત થયા છે.જેમાં માંડાસણથી ધોરાજી તરફ જતી કારનો અકસ્માત થયો છે. ભાદર ડેમમાં (Bhadar Dam) કાર ખાબકતાં મોત થયા છે. તેમાં એક જ પરિવારના 4 સભ્યોના મોતથી સ્થાનિકોમાં પણ શોક વ્યાપી ગયો છે....
accident    ધોરાજી નજીક ગમખ્વાર અકસ્માત  4 ના મોત
Advertisement

Accident : રાજકોટના ધોરાજી (Dhoraji)અકસ્માતમાં(Accident )ચાર વ્યક્તિના મોત થયા છે.જેમાં માંડાસણથી ધોરાજી તરફ જતી કારનો અકસ્માત થયો છે. ભાદર ડેમમાં (Bhadar Dam) કાર ખાબકતાં મોત થયા છે. તેમાં એક જ પરિવારના 4 સભ્યોના મોતથી સ્થાનિકોમાં પણ શોક વ્યાપી ગયો છે. જેમાં ત્રણ મહિલા, 1 પુરુષનું અકસ્માતમાં મોત થયુ છે.

Advertisement

માંડાસણથી ધોરાજી તરફ જતી કારનો અકસ્માત થયો

માંડાસણથી ધોરાજી તરફ જતી કારનો અકસ્માત (Accident) થયો છે.જેમાં ચાલુ કારે ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો.જેમાં રાજકોટના ધોરાજી અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત થયા છે.રાજકોટ જિલ્લાના ધોરાજી અકસ્માતમાં બે મહિલા,એક યુવતી અને એક પુરુષનું મોત થતા બાકીના પરિવારમાં શોક વ્યાપી ગયો છે. માંડાસણથી ધોરાજી તરફ પોતાની કાર લઈને આવતા ચાલુ કારે ટાયર ફાટતા કાર ભાદર ડેમમા પડી ગઇ હતી.

Advertisement

ચાર વ્યકિત ધોરાજીના જેતપુર રોડ પરના રહેવાસી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ

ચાર વ્યકિત ધોરાજીના જેતપુર રોડ પરના રહેવાસી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. આ અકસ્માતમાં પ્રાથમિક તબક્કે કારનું ટાયર ફાટયુ હોય અને અકસ્માત સર્જાયો હોય તેવુ જાણવા મળેલ છે. આ અકસ્માતને લઈ ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકના પરીવારજન તથા ભાજપના અગ્રણીઓ તથા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો હોસ્પિટલે પહોચ્યા હતા. ધોરાજી સરકારી હોસ્પિટલમા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.

આ  પણ  વાંચો  - Surat: સરથાણા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, કારચાલકે 5 લોકોને લીધા અડફેટે, મહિલાનું મોત

આ  પણ  વાંચો  - VADODARA : કારની ટક્કરે જીવનનો આખરી વળાંક

આ  પણ  વાંચો  - AMRELI : જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મોટી સંખ્યામાં સમર્થકો સાથે કેસરિયા કરવા આતુર

Tags :
Advertisement

.

×