Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot TRP GameZone : વિવિધ NoC, જમીન માલિકી બાબતનાં પૂરાવા રજૂ કર્યાં નહોતા!

રાજકોટ TRP અગ્નિકાંડ (Rajkot TRP GameZone) મામલે પૂર્વ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ભૂતપૂર્વ મ્યુનિ. કમિશનર અને ચીફ ફાયર ઓફિસરના (Chief Fire Officer) સોગંદનામાંની વિગતો સામે આવી છે જે ચોંકાવનારી છે. આ વિગતો મુજબ, 22 એપ્રિલ 2024 ના રોજ ગેમઝોન માટે 100...
rajkot trp gamezone   વિવિધ noc  જમીન માલિકી બાબતનાં પૂરાવા રજૂ કર્યાં નહોતા

રાજકોટ TRP અગ્નિકાંડ (Rajkot TRP GameZone) મામલે પૂર્વ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ભૂતપૂર્વ મ્યુનિ. કમિશનર અને ચીફ ફાયર ઓફિસરના (Chief Fire Officer) સોગંદનામાંની વિગતો સામે આવી છે જે ચોંકાવનારી છે. આ વિગતો મુજબ, 22 એપ્રિલ 2024 ના રોજ ગેમઝોન માટે 100 રૂપિયા સ્ક્રૂટિની ફી ઓનલાઇન ભરાઈ હતી. જ્યારે 4 મેના રોજ ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માટે અરજી કરવામાં આવી હતી. બનાવ બન્યો ત્યાં સુધી ગેમઝોન બાંધકામ અંગે કોઈ વિગતો રજૂ કરાઈ નહોતી. પોલીસના લાઇસન્સ આધાર પર ગેમઝોન ચાલી રહ્યો હતો.

Advertisement

આ મામલે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનરના (Police Commissioner) સોગંધનામા પ્રમાણે માત્ર અરજી આવી, અરજીની સ્ક્રૂટિની ઓફિસમાં બેઠા બેઠા કરી અને ટિકિટ વહેંચવા સહિતના અમુક પ્રકારના લાઇસન્સ આપ્યા. એ લોકોએ સ્થળ પર કઈ તારીખે કઈ બાબતની તપાસ કરી તેનો કોઈ ઉલ્લેખ નથી. ભૂતપૂર્વ મ્યુનિ. કમિશનરે કહ્યું કે, 25 તારીખે જ્યારે બનાવ બન્યો ત્યારે તેઓ ચીફ ફાયર ઓફિસર પાસે પહોંચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પરંતુ, બનાવ પહેલા સ્થળ પર સ્થિતિનો જે તાગ મેળવવાનો હતો તે અંગે કોઈ માહિતી નથી. તે વખતનાં મ્યુ. કમિશનરે સોંગદનામાંમાં દુ:ખ વ્યક્ત કર્યું હતું.

જમીન માલિકી બાબતના પૂરાવા આધારો રજૂ ના કરાયાં

તેમણે કહ્યું કે, ઉચ્ચ અધિકારીઓની નાક નીચે સતત ત્રણ વર્ષથી આ ગેમઝોન ચાલતું હતું તે અંગે તેઓએ મૌન ધારણ કર્યું છે. વિગતો મુજબ, 22 એપ્રિલ 2024 ના રોજ ગેમઝોન માટે રૂ. 100 સ્ક્રૂટિની ફી ઓનલાઇન ભરાઈ હતી. ત્યાર બાદ 4 મે 2024 ના રોજ ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે અરજી કરવામાં આવી હતી. 9 મેના રોજ કોર્પોરેશને અરજદાર પાસે ખુલાસો માંગ્યો હતો. સાથે જ ગૃડા એક્ટના (GRUDA) નિયમો પ્રમાણે પ્લાન રજૂ કરવા કહેવાયું હતું અને સ્થળ પરની સ્થિતિ પ્રમાણે સુધારો કરી પૂર્તતા કરવા જણાવ્યું હતું. બીજી તરફ જમીન માલિકી બાબતના પૂરાવા આધારો પણ રજૂ કરાયા નહોતા. GRUDA એક્ટ અમલમાં આવ્યો તે તારીખ 1 ઓક્ટોબર 2022 પહેલાં બાંધકામ હયાત હતું તેવા કોઈ આધાર પુરાવા રજૂ થયા ન હતા.

Advertisement

સોસાયટી, એરપોર્ટ અને ફાયર NoC, સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ ન કરાયાં

ઉપરાંત, મકાન વેરા ભરપાઈ કર્યાની નકલ રજૂ કરાઈ નહોતી. સાથે જરૂરી બાહેધરી સોગંદનામા પર રજૂ કરાઈ નહોતી. સોસાયટીની NoC એરપોર્ટ NoC, ફાયર NoC અને સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરાયા નહોતા. 25 મેના રોજ બનાવ બન્યો ત્યાં સુધી આ બાબતની કોઈ વિગતો રજૂ કરાઈ નહોતી. ગેરકાયદેસર બાંધકામની જાણ કોર્પોરેશનની પશ્ચિમઝોનની ટાઉન પ્લાનિંગ ડેવલપમેન્ટ ઓફિસને હતી. ડેપ્યૂટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાએ જરૂરી પગલાં લેવાની જરૂર હતી. 4 સપ્ટેમ્બર 2023 ના રોજ TRP ગેમઝોનમાં આગ લાગી ચૂકી હતી, તેવામાં ફાયર વિભાગ (fire department) તરફથી પણ પૂરતી તકેદારી લેવાની જરૂરિયાત હતી. 8 જૂન 2023 ના રોજ TRP ગેમઝોનનું (Rajkot TRP GameZone) ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની નોટિસ અપાઈ હતી. પરંતુ, નોટિસ પછી પણ 11 મહિના સુધી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ કાર્યવાહી થઈ નહોતી. આ બાબત સામે આવતા આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણાને સસ્પેન્ડ કરાયા હતા.

Advertisement

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy : TP સાગઠિયા સાથે સંકળાયેલ 6 કોર્પોરેટર-નેતાઓ પર તપાસની તલવાર!

આ પણ વાંચો - Lok Sabha elections : લોકસભાનું પરિણામ બુકીઓને ફળ્યું! સટ્ટોડિયાઓ 2 હજાર કરોડ ગુમાવ્યાં

આ પણ વાંચો - Rain : સુરત-વલસાડમાં વહેલી સવારે વરસાદ, કેરીના પાકને નુકસાનની ભીતિ

Tags :
Advertisement

.