Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : BJP કોર્પોરેટર સામે અપહરણ, કરોડોની મિલકત-લાખો રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ

સુરત શહેરમાં ભાજપના કોર્પોરેટર (Surat BJP) વિવાદમાં સપડાયા છે. બિલ્ડરને માર મારી 95 લાખ રૂપિયા પડાવી લીધાનો, અપહરણ અને કરોડોની મિલકતો પચાવી પાડવાનો ગંભીર આરોપ કોર્પોરેટર પર થયો છે. આ મામલે પોલીસની કામગીરી સામે પણ બિલ્ડરે ગંભીર સવાલ ઉઠાવ્યા છે....
surat   bjp કોર્પોરેટર સામે અપહરણ  કરોડોની મિલકત લાખો રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ
Advertisement

સુરત શહેરમાં ભાજપના કોર્પોરેટર (Surat BJP) વિવાદમાં સપડાયા છે. બિલ્ડરને માર મારી 95 લાખ રૂપિયા પડાવી લીધાનો, અપહરણ અને કરોડોની મિલકતો પચાવી પાડવાનો ગંભીર આરોપ કોર્પોરેટર પર થયો છે. આ મામલે પોલીસની કામગીરી સામે પણ બિલ્ડરે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. બિલ્ડરે પોલીસે ફરિયાદ નહીં લીધાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ દાવો કર્યો કે પોલીસે ગુનો દાખલ કરવાના બદલે માત્ર અરજી જ લીધી છે.

બિલ્ડરનો કોર્પોરેટર પર અપહરણ, મિલકતો-રૂપિયા પડાવ્યાનો આરોપ

સુરત શહેરમાં ભાજપનાં (Surat BJP) કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત (Amit Singh Rajput) વિવાદમાં સપડાયા છે. એક બિલ્ડર (Builder) દ્વારા કોર્પોરેટર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. બિલ્ડરના આરોપો પ્રમાણે, રૂ. 36 લાખ માટે કોર્પોરેટર અમિતસિંહે તેમના 7 સાગરિતો સાથે મળી બિલ્ડરનું અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ માર મારીને અને ધમકાવીને 4 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી 9 દુકાન લખાવી લીધી હતી. ઉપરાંત, બિલ્ડર પાસેથી રૂ. 95 લાખ પણ પડાવી લીધા હતા. બિલ્ડરનું અપહરણ કરતા CCTV ફૂટેજ પણ હોવાનો દાવો બિલ્ડરે કર્યો છે.

Advertisement

Advertisement

પોલીસની કામગીરી સામે પણ ઊઠાવ્યા સવાલ

ઉપરાંત, બિલ્ડરે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઊઠાવ્યા છે. બિલ્ડરે આક્ષેપ કર્યો કે, આ મામલે ગોડાદરા પોલીસ મથકે (Godadara Police Station) જઈ કોર્પોરેટર અમિતસિંહ અને તેમના સાગરિતો વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ ન લઈને માત્ર અરજી જ લીધી છે. CCTV ના પુરાવા હોવા છતાં પોલીસે ગુનો દાખલ નહિ કર્યા હોવાનો બિલ્ડરે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. જણાવી દઈએ કે, અમિતસિંહ પૂર્વ શાસક પક્ષનાં નેતા પણ રહી ચૂક્યાં છે. જો કે, આ મામલો સામે આવતા સુરત BJP માં હડકંપ મચી જવા પામ્યો હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો - VADODARA : વિવાદીત ફિલ્મને ભાજપ યુવા મોરચાના પ્રમુખનું સમર્થન

આ પણ વાંચો - Navsari : તલવાર, છરી સહિત ઘાતક હથિયારો સાથે જાહેરમાં ફરતા ઇસમો CCTV કેમેરામાં કેદ

આ પણ વાંચો - Surendranagar : ગેરકાયદેસર ખનનમાં બ્લાસ્ટ બાદ ગેસ ગળતરથી 3 શ્રમિકોનાં મોત

Tags :
Advertisement

.

×