Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : ભાજપની આંતરિક જૂથબંધી સપાટી પર આવી

SURAT : સુરત (SURAT) માં ભારતીય જનતા પાર્ટી (BJP) માં ચાલી રહેલા આંતરિક જુથવાદ ચરમસીમાએ આવી પહોંચ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. લોકસભાની ચૂંટણી બાદ હવે કાર્યકરો હોદેદારો સામસામે આવી રહ્યા છે. કોસંબા માં ૬ મહિના પહેલા સસ્પેન્ડ કરેલા કોર્પોરેટર...
surat   ભાજપની આંતરિક જૂથબંધી સપાટી પર આવી

SURAT : સુરત (SURAT) માં ભારતીય જનતા પાર્ટી (BJP) માં ચાલી રહેલા આંતરિક જુથવાદ ચરમસીમાએ આવી પહોંચ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. લોકસભાની ચૂંટણી બાદ હવે કાર્યકરો હોદેદારો સામસામે આવી રહ્યા છે. કોસંબા માં ૬ મહિના પહેલા સસ્પેન્ડ કરેલા કોર્પોરેટર અને હોદેદારે જવાબ માગ્યો છે. ભાજપના આંતરિક જુથવાદ ની અસર લોકસભાના પરિણામો પર ચોખ્ખી દેખાઈ આવે છે. જો ડેમેજ કંટ્રોલ નહી કરવામાં આવે તો હજુ પણ ગંભીર પરિણામ આવી શકે છે

Advertisement

તરસાડી નગરપાલિકા ભાજપ નો ગઢ

ગુજરાત માં ભાજપ નું એકચક્રી શાસન છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે અને તેની આડઅસર શરૂ થઈ ચૂકી છે , હાલમાં જ ગયેલી લોકસભાની ચુંટણી માં ભાજપે એક લોકસભાની બેઠક ગુમાવી અને ગુજરાતના પરિણામો માં તેની સીધી અસર દેખાઈ રહી છે, ભાજપમાં ચાલી રહેલા આંતરિક જુથવાદ કોઈ નવી વાત નથી પરંતુ હવે કાર્યકરો અને હોદેદારો ખુલી ને સામે આવી ને જવાબ માંગી રહ્યા છે, માંગરોળ તાલુકાના કોસંબા તરસાડી નગરપાલિકા ભાજપ નો ગઢ ગણવામાં આવે છે ,અને ભાજપ ને દરેક ચુંટણી માં અહિયાથી મહત્તમ મતો મળે છે પરંતુ આંતરિક જુથવાદ ને કારણે હાલ માજ યોજાયેલી લોકસભા ચુંટણી માં જુથવાદ ની અસર દેખાઈ ,૨૦૨૨ માંગરોળ વિધાનસભા ની ચુંટણી માં માંગરોળ બેઠક ૪૮૦૦૦ જેટલા મત થી ભાજપે જીતી હતી પરંતુ હાલ માજ યોજાયેલી લોકસભાની ચુંટણી માં માત્ર ૧૨ હજાર ની લીડ મેળવી શક્યું , જેનું કારણ છે કે જુથવાદ ને કારણે બે જૂથ પૈકીના એક જૂથ ના કાર્યકરો માં ચાલી રહેલી નારાજગી છે ,વર્ષો થી ભાજપ સાથે તન મન ધન થી જોડાયેલા હોદેદારો અને કાર્યકરો જુથવાદ ને કારણે હવે ભાજપ થી અલગ થઇ રહ્યા છે

જુના અને નવા જૂથ બનતા ગયા

માંગરોળ તાલુકો એક સમયે કોંગ્રેસ નો ગઢ ગણાતો ,અને આ બેઠક કોંગ્રેસ ની સુરક્ષિત બેઠક હતી ,પરંતુ ૧૯૯૭ બાદ આ બેઠક ભાજપે કબજે કરી અને ત્યારથી ધીરે ધીરે આ વિધાનસભા ભાજપ ના ગઢ માં ફેરવાઈ ,જોકે સમય સાથે સાથે સંગઠન માં થયેલા ફેરફારો એ જુથવાદ ની શરૂઆત કરી ,નવા કાર્યકરો હોદેદારો ઉમેરતા ગયા સાથે સાથે જુના અને કર્મનિષ્ઠ કાર્યકરો સાથે અન્યાય થતો ગયો અને તે ભુલાતા ગયા અને જુના અને નવા જૂથ બનતા ગયા , આવા જ બે પાયાના કોસંબા તરસાડી વિસ્તારના ભાજપના કાર્યકર દેવેન્દ્ર સિંહ ચૌહાણ અને હરદીપસિંહ અટોદરીયા કોલેજકાળથી ભાજપ સાથે જોડાયેલા છે અને તન મન ધન થી ભાજપ માટે કાર્ય કરી રહ્યા છે પરંતુ થોડા સમય પહેલા થયેલા પત્રિકા કાંડ માં તરસાડીના રાકેશ સોલંકી નું નામ સામે આવ્યું હતું અને જેને લઇ આ બન્ને પાયા ના કાર્યકરો ને ભાજપ ધ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા ,જોકે આજે બંને કાર્યકરો ભાજપ ની નેતાગીરી સામે અવાજ ઉઠાવી રહ્યા છે ને પોતાને સસ્પેન્ડ કેમ કરવામાં આવ્યા તેનો જવાબ માંગી રહ્યા છે.

Advertisement

અહેવાલ - ઉદય જાદવ, સુરત

આ પણ વાંચો -- SURAT : ધી કોસંબા મર્કન્ટાઇલ કો. ઓ. બેંક લિ.ની ચૂંટણીમાં હોબાળો

Advertisement

Tags :
Advertisement

.