Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat Child Suicide: વાલીઓ બાળકોને ફોન આપતા પહેલા વિચાર જો, ફોનની લતમાં યુવતીએ કર્યો આપઘાત

Surat Child Suicide: દરેક માતા-પિતા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. વાલીઓ તમારા બાળકોનું ધ્યાન રાખો. સુરતનો એક બનાવ દરેક વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. નાની ઉંમરમાં વધુ પડતો ફોનનો ઉપયોગ કરતા બાળકો માટે એક ચોંકાવનાર દાખલો...
surat child suicide  વાલીઓ બાળકોને ફોન આપતા પહેલા વિચાર જો  ફોનની લતમાં યુવતીએ કર્યો આપઘાત
Advertisement

Surat Child Suicide: દરેક માતા-પિતા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. વાલીઓ તમારા બાળકોનું ધ્યાન રાખો. સુરતનો એક બનાવ દરેક વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. નાની ઉંમરમાં વધુ પડતો ફોનનો ઉપયોગ કરતા બાળકો માટે એક ચોંકાવનાર દાખલો રાજ્યના સુરત શહેરમાંથી આવ્યો છે.

  • સુરત શહેરમાં 20 વર્ષની યુવતી મોબાઈલનો શિકાર બની
  • સતત મોબાઈલનો ઉપયોગ કરવાથી માનસિક બીમારી થઈ
  • સારવાર દરમિયાન ફોન લઈ લેતા જીવન ટૂંકાવ્યું

આ મામલામાં સુરત શહેરમાં 20 વર્ષની વિશાખા રાણાને અનહદ મોબાઈલની લત લાગી ગઈ હતી. પરિવારના મતે યુવતી બે મહિલાથી સતત ડિપ્રેશનમાં રહેતી હતી. તેનું મુખ્ય કારણ એ હતું કે વિશાખા દિવસ દરમિયાન સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી. તે ઉપરાંત આ મામલામાં પરિવાર દ્વારા જે માહિતી આપવામાં આવેલી તે અત્યંત ચોંકાવનારી હતી.

Advertisement

યુવતી માનસિક બીમારીથી પીડિત હતી

Advertisement

પરિવારના કહ્યા પ્રમાણે વિશાખા સતત મોબાઈલ અને ગૂગલ પર સમય પસાર કરતી હોવાથી. તે કહેતી હતી કે તેને કોઈ અવાજ સંભળાતા હતા. તે ઉપરાંત તેને કંઈક અજીબોગરિબ વસ્તુંઓ પણ દેખાતી હતી. તે કહેતી હતી કે તેને ગૂગલ ખાવાનું ના પાડે છે. ગુગલ કહે છે મરી જા, એવો અવાજ યુવતીને આવતો હતો.

Surat Child Suicide

Surat Child Suicide

સારવાર દરમિયાન ફોન લઈ લેતા જીવન ટૂંકાવ્યું

એટલું જ નહીં યુવતી જ્યારે મંદિર જાય ત્યારે પણ તેને મોબાઈલ જોવાતો હોવાનું કહેતી હતી. સમસ્યા વધતી પરિવારજનોએ માનસિક રોગના નિષ્ણાતનો પણ સંપર્ક કર્યો હતો અને તેમની પાસે સારવાર શરૂ કરી હતી. પરંતું સારવાર દરમિયાન તેની પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવ્યો હતો. તેના કારણે તેણે આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને સુરત શહેર સહિત દેશભરમાં સતત મોબાઈલનો ઉપયોગ કરતા યુવક-યુવતીઓ માટે આ ચોંકાવનારો દાખલો છે.

મોબાઈલની લત છોડાવાનો શું છે ઉપાય?

  • બાળકોને શારીરિક પ્રવૃત્તિમાં જોડો
  • શારીરિક મહેનત હોય તેવા રમકડાં આપો
  • શારીરિક કસરત થાય તેવી રમતો રમાડો
  • ફોન છીનવો નહીં, પ્રેમથી સમજાવો
  • બાળક સાથે પ્રેમથી વર્તો, નુકસાન વિશે સમજાવો
  • ફોનનો ઉપયોગ 30 મિનિટથી વધુ ન કરવો જોઈએ
  • બાળકો સાથે વધુમાં વધુ સમય વિતાવો
  • પુસ્તક વાંચવા આપો, પુસ્તક વાંચવાની ટેવ પાડો
  • મોબાઇલમાં પાસવર્ડ સેટ કરો, બાળકોને જણાવો નહીં
  • મોટા વ્યક્તિઓ બાળકો સામે બિનજરૂરી મોબાઇલ જોવાનું ટાળો
  • ડાન્સ, મ્યુઝિક, પેઇન્ટિંગ જેવી એક્ટિવિટી કરાવો

Tags :
Advertisement

.

×