Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : પીપલોદમાં મોંધીદાટ મર્સિડીઝ કાર પૂરઝડપે BRTS રૂટમાં ધડાકાભેર ધૂસી, જુઓ video

Surat : સુરતના (Surat) ડુમસ રોડ  (Dumas Road)પર પીપલોદ વિસ્તારમાં એક મર્સિડીઝ કારનો અકસ્માત (accident)થયો હતો. પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાએ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રેલિંગ તોડીને BRTS રૂટમાં ઘુસી હતી,મહત્વની વાત તો એ છે કે,સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની...
surat   પીપલોદમાં મોંધીદાટ મર્સિડીઝ કાર પૂરઝડપે brts રૂટમાં ધડાકાભેર ધૂસી  જુઓ video

Surat : સુરતના (Surat) ડુમસ રોડ  (Dumas Road)પર પીપલોદ વિસ્તારમાં એક મર્સિડીઝ કારનો અકસ્માત (accident)થયો હતો. પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાએ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રેલિંગ તોડીને BRTS રૂટમાં ઘુસી હતી,મહત્વની વાત તો એ છે કે,સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરી છે.

Advertisement

મહિલાનો આબાદ બચાવ

સમગ્ર ઘટનામાં મહિલા ગભરાઈ જતા તે સ્થળ પર કાર મૂકીને ફરાર થઈ ગઈ હતી,પોલીસે કંપનીમાંથી માહિતી મેળવી હતી અને મહિલા જે ઘરમાં રહેતી હતી ત્યા સુધી પોલીસ પહોંચી હતી.કારના નંબરના આધારે તપાસ કરતાં કાર ગૌરવ પથના કલ્પનાબેનના નામે હતી. અકસ્માત સમયે બે યુવકો દોડીને કાર પાસે આવે છે અને પછી મહિલાને અંદરથી કાઢે છે,બાદમાં મહિલા કોઈને ફોન કરે છે.ઉલ્લેખનીય છે કે,મર્સિડીઝ કારમાં એરબેગ ખુલી ગઈ હોવાથી મહિલા હેમખેમ બચી જાય છે.

Advertisement

વાવઝોડાના દિવસે બની ઘટના

સોમવારે રાત્રે 10 વાગ્યા બાદ સુરત (Surat)શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું. પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. ડુમસ રોડ પીપલોદ વિસ્તારમાં આવેલ ઇસ્કોન મોલ નજીક મહિલા નવીનક્કોર 70 લાખની મર્સિડીઝ કાર લઈને પસાર થઈ રહી હતી. આ દરમિયાન ભારે પવન સાથે ધૂળ ઉડતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી.

આ પણ  વાંચો  - Surat : વળગાડ કાઢવાના નામે ભૂવાના ઢોંગ ધતિંગનો Video વાઇરલ, ઘરે પોલીસ પહોંચી તો…

Advertisement

આ પણ  વાંચો - fake mark sheet scam : નકલી માર્કશીટના મસમોટા કૌભાંડમાં આરોપી ગૌરાંગ પટેલ મુક્ત! વાંચો વિગત

આ પણ  વાંચો - VADODARA : ધ્વનિ પ્રદૂષણ સામે તંત્રનું સખ્ત વલણ

Tags :
Advertisement

.