Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : સ્કૂલ વાને મારી પલટી, 6 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત, CCTV જોઈ રૂંવાડા ઊભા થઈ જશે!

સુરતના (Surat) કીમ ઓલપાડમાં સ્કૂલ વાને પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં વાનમાં સવાર 9 વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, વહેલી સવારે શાળાએ જતાં સમયે...
surat   સ્કૂલ વાને મારી પલટી  6 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત  cctv જોઈ રૂંવાડા ઊભા થઈ જશે
Advertisement

સુરતના (Surat) કીમ ઓલપાડમાં સ્કૂલ વાને પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં વાનમાં સવાર 9 વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, વહેલી સવારે શાળાએ જતાં સમયે ઇકો કારનાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘટના બની હતી. કાર પલટી જવાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

સ્કૂલ વાન પલટી જતાં 6 વિદ્યાર્થીઓને ઇજા

સુરતના કીમ (Keem) ઓલપાડ વિસ્તારમાં સ્કૂલ વાને પલટી મારી હોવાની ગોઝારી ઘટના (School Van Accident) સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, મુળદ પાટિયા (Mulad Patia) નજીક સ્કૂલ વાન પલટી જતા તેમાં સવાર 9 વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે શાળાએ જતી વખતે આ ઘટના બની હતી.

Advertisement

Advertisement

કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

માહિતી મુજબ, મુળદ પાટિયા નજીક જ્યારે સ્કૂલ વાન પહોંચી ત્યારે સામે ના તરફથી અન્ય સ્કૂલ બસ આવતા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓથી ભરેલી કાર પલટી માહિતી હતી. કાર પલટી જવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો લોકોનું ટોળું ઘટના સ્થળે ભેગી થયું હતું અને વિદ્યાર્થીઓને વાનમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવા મદદ કરી હતી. ત્યારે કીમ પોલીસની ટીમ (Keem Police) પણ ઘટના સ્થળે આવી હતી. પોલીસે આ મામલે CCTV ફૂટેજ આધારે તપાસ હાથધરી છે.

આ પણ વાંચો - Surat : બિલ્ડિંગ ધરાશાયી થતાં 7 લોકોનાં મોત, 2 શખ્સ સામે મોટી કાર્યવાહી!

આ પણ વાંચો - Sabarkantha : MLA રમણલાલ વોરા ફરી વિવાદમાં! સો. મીડિયામાં વાઇરલ મેસેજમાં ગંભીર આક્ષેપ

આ પણ વાંચો - Saputara : લક્ઝરી બસ ખીણમાં ખાબકતાં 2 બાળકોના મોત, અન્ય એક બાળકીએ Gujarat First ને વર્ણવી આપવીતી!

Tags :
Advertisement

.

×