Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: લંપટ શિક્ષકએ કર્યો વિદ્યાર્થિનીને આ વિચિત્ર મેસેજ

Surat: સુરત(Surat)માં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના બની છે,જેમાં શિક્ષકે (teacher)વિધાર્થીનીને મેસેજ કરી બિભત્સ માંગણી કરી છે,શિક્ષક વત્સલ દ્રારા વિધાર્થીનીને મેસેજમાં પ્રપોઝ કરતા વિધાર્થીનીએ તેની માતાને સમગ્ર ઘટના જણાવી,તો માતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મેસેજ મોકલી...
surat  લંપટ શિક્ષકએ કર્યો વિદ્યાર્થિનીને આ વિચિત્ર મેસેજ
Advertisement

Surat: સુરત(Surat)માં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના બની છે,જેમાં શિક્ષકે (teacher)વિધાર્થીનીને મેસેજ કરી બિભત્સ માંગણી કરી છે,શિક્ષક વત્સલ દ્રારા વિધાર્થીનીને મેસેજમાં પ્રપોઝ કરતા વિધાર્થીનીએ તેની માતાને સમગ્ર ઘટના જણાવી,તો માતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મેસેજ મોકલી કરતો પરેશાન

વિધાર્થીનીની માતાનો આક્ષેપ છે કે શિક્ષક દ્રારા તેમની છોકરીને મેસેજ કરવામાં આવતો હતો,શિક્ષક વિધાર્થીનીને લાલચ આપતો હતો,શિક્ષકે વિધાર્થીનીને કહ્યું કે તારે મને સર તરીકે નહી બોલાવાના તો વિધાર્થીનીએ જવાબ આપ્યો કે,તમે મારા ગુરૂ છો એટલે હું તમને સર કહીશ.તો આખરે કંટાળીને વિધાર્થીનીએ તેની માતાને આપવીતી જણાવી હતી,તો પોલીસે લંપટ શિક્ષકની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી હતી.

Advertisement

Advertisement

23 એપ્રિલ 2024ના રોજ પાટણમાં એક લંપટ શિક્ષક ઝડપાયો

પાટણ શહેરની એક શાળાના ધોરણ 12 ના વ્યાયામ શિક્ષકે શાળાની વિદ્યાર્થીની અને પોતાની પુત્રીની બહેનપણીને પરીક્ષાના પેપર ચેક કરાવવાના બહાને ઘરે લઈ જઈ અડપલા કરી બળજબરી કરવાનો બનાવ સામે આવ્યો હતો. વિદ્યાર્થીની ઘરમાંથી ભાગી રોડ ઉપર દોડી આવી હતી અને માતાપિતા સહિત અન્યને જાણ કરતા ટોળું એકત્ર થયું હતું અને રંગીન મિજાજના આ લંપટ શિક્ષકને ઘરેથી બોલાવી રોડ ઉપર બરોબરનો મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો.

14 મે 2024ના રોજ જામનગરમાં એક લંપટ શિક્ષક ઝડપાયો

બાલાચડી સૈનિક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાં થતા સનસનાટી મચી ગઈ હતી. રાજસ્થાનના જોધપુરમાં રહેતા અને હાલ જામનગરની સૈનિક સ્કુલમાં આઉટસોર્સીંગથી નોકરી કરતા પવનકુમાર જગદીશકુમાર ડાંગી નામના શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે અડપલાં કર્યાનો કૃત્યનો પ્રયાસ કર્યો હતો. લંપટ શિક્ષકે 12 વર્ષની ઉંમરના બન્ને બાળકોને શરીરના ગુપ્ત ભાગે અડપલાં કર્યા હતા. એટલું જ નહીં ગુરૂ અને શિષ્યના સંબંધને લજાવતા બેન્ડ માસ્ટર પવનકુમાર ડાંગીએ બાળકોને જો કોઈને જાણ કરશો તો મારીશ તેવી ધમકી આપી હતી.