Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot GameZone : અત્યાર સુધી રાજકોટમાં શું કરતા હતા ? : CM ભૂપેન્દ્ર પટેલ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot GameZone) માસૂમ બાળકો સહિત કુલ 27 નિર્દોષ લોકોના મોત નીપજ્યાં હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધો છે. ત્યારે રાજ્ય સરકારે પણ ઘટના માટે કસૂરવાર સંચાલકો અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક તપાસ અને કાર્યવાહી કરવા...
rajkot gamezone   અત્યાર સુધી રાજકોટમાં શું કરતા હતા     cm ભૂપેન્દ્ર પટેલ
Advertisement

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot GameZone) માસૂમ બાળકો સહિત કુલ 27 નિર્દોષ લોકોના મોત નીપજ્યાં હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધો છે. ત્યારે રાજ્ય સરકારે પણ ઘટના માટે કસૂરવાર સંચાલકો અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક તપાસ અને કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજકોટના પદાધિકારીઓનો બરોબરનો ઉધડો લીધો છે.

CM એ પદાધિકારીઓનોનો જ ક્લાસ લઈ લીધો હતો

માહિતી મુજબ, ગાંધીનગર (Gandhinagar) મળવા આવેલા રાજકોટના પદાધિકારીઓને CM ભૂપેન્દ્ર પટેલે જબરદસ્ત ખખડાવ્યાં છે. રાજકોટમાં (Rajkot) નિયમનું પાલન કરાવતાં અધિકારીઓને રોકવા માટે પદાધિકારીઓ મોટા ઉપાડે ગાંધીનગર પહોંચ્યા હતા. નિયમોનું પાલન કરાવનારા અધિકારીઓ સામે ફરિયાદ કરવાના હતા. જો કે, સીએમએ (CM Bhupendra Patel) પદાધિકારીઓનોનો જ ક્લાસ લઈ લીધો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અગાઉ નિયમોનું પાલન કરાવ્યું હોત તો આવું ન બન્યું હોત. અત્યાર સુધી રાજકોટમાં શું કરતા હતા ?

Advertisement

અધિકારીઓ કામ ન કરે તો જવાબદારી પદાધિકારીઓની : CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદાધિકારીઓનો રીતસરનો ઉધડો લઈ કહ્યું કે, અધિકારીઓ કામ ન કરે તો જવાબદારી પદાધિકારીઓની હોય છે. અધિકારીઓ-પદાધિકારીઓની મિલિભગતની ચર્ચાઓ થઈ રહી છે. તેમણે કહ્યું કે, નિયમ વગર એકપણ એકમ નહીં ખોલવા સરકાર કટિબદ્ધ છે. જણાવી દઈએ કે, રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની (Rajkot GameZone) તપાસમાં કેટલાક સરકારી અધિકારીઓની મિલીભગત સામે આવી છે. ગેમઝોન શરૂ કરવા અને તેના સંચાલનમાં સરકારી નિયમોનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જે દિશામાં તપાસ હાલ ચાલી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot Gamzone Tragedy : જમીન માલિકને નોટિસ, 4 આરોપીના રિમાન્ડ પૂર્ણ, કોંગ્રેસનાં ધરણાં પ્રદર્શન

આ પણ વાંચો - Rajkot : આજે મહાસંમેલન, સનાતન ધર્મનું અપમાન કરનારાઓની હવે ખેર નહીં!

આ પણ વાંચો - Rajkot: મોરારિ બાપુએ સ્વામિનારાયણના સંતોને ઝાટકી નાખ્યા, કહ્યું કે – આ બધુ અજાણતા નહીં પરંતુ…

Tags :
Advertisement

.

×