Salangpur: વિવાદિત ભીંતચિત્રોનો આવ્યો અંત, કામગીરી દરમિયાન મીડિયાને દૂર રખાયા
સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરમાં વિવાદિત ભીંત ચિત્રોનો દૂર કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ મોડી રાત્રે મંદિર પરિસરમાં બંધ લાઈટોમાં ભીંત ચિત્રો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો જો કે વિવાદિત ભીંતચિત્રો દૂર કરવાની સમગ્ર કાર્યવાહી દરમિયાન સાળંગપુર સંકુલમાંથી મીડિયા કર્મીઓને દૂર કરાયા હતા
ભર અંધારામાં આ ભીંત ચિત્રો હટાવીને તેની જગ્યાએ નવા ચિત્રો લગાવવામાં આવ્યા હતા. હનુમાન દાદાના સહજાનંદ સ્વામીના સેવક તરીકેના ચિત્રોને હટાવીને તેની જગ્યાએ સંતોના નવા ચિત્રો મૂકવામાં આવ્યા છે. વિવાદિત રહેલા બંને ચિત્રોને વડલાત ગાદીના સંતોએ મોડી રાત્રે હટાવી લીધા હતા. જોકે આ મામલે મીડિયાને કવરેજ કરતા રોકવાનો પ્રયાસ કરાયો હતો.
મીડિયાને સમગ્ર કામગીરીથી દૂર રખાયું
પોલીસની મદદથી અંધારામાં મીડિયાને દૂર રાખીને આ વિવાદિત ચિત્રો દૂર કરવા વડતાલ ગાદીના મહંતો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર કષ્ટભંજન મંદિર પરિસરની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. બોટાદ જિલ્લા ઉપરાંત જિલ્લા બહારની પોલીસ થકી મીડિયાને કવરેજ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંદિર વહીવટકર્તાઓ દ્વારા પોલીસને આગળ કરી ચિત્રો દૂર કરવાની પ્રક્રિયા પર ઢાંકપીછાડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મીડિયા કવરેજ રોકવાને લઈ સૂચના કોની તે બાબતે પોલીસ અને મંદિર પ્રસાશનનો એકબીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે.
સરકાર સાથે મંત્રણા બાદ સંતોએ કરી હતી જાહેરાત
ત્યારે આ પહેલા સોમવારે આ વિવાદનો સુખદ સમાધાન આવે તે માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે બેઠક મળી હતી
આ પણ વાંચો -KUTCH: જન્માષ્ટમી પર્વને લઈને અંજારમાં તૈયારીઓ શરૂ


