Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગભરામણ બાદ પોલીસ જવાનનું મોત

VADODARA : વડોદરામાં ગરમી (HOT SUMMER) સાથે હવે ઉકળાટ ફર્યું વાતાવરણ અનુભવાઇ રહ્યું છે. તેવામાં હીટ સ્ટ્રોક અને તે સંબંધિત લક્ષણો સાથે આવનારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન આજે છાણી પોલીસ હેડ ક્વાટર્સ (Chhani Police Head Quarter)...
vadodara   ગભરામણ બાદ પોલીસ જવાનનું મોત

VADODARA : વડોદરામાં ગરમી (HOT SUMMER) સાથે હવે ઉકળાટ ફર્યું વાતાવરણ અનુભવાઇ રહ્યું છે. તેવામાં હીટ સ્ટ્રોક અને તે સંબંધિત લક્ષણો સાથે આવનારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન આજે છાણી પોલીસ હેડ ક્વાટર્સ (Chhani Police Head Quarter) માં ફરજ બજાવતા એેએસઆઇનું ગભરામણની ફરિયાદ બાદ મૃત્યુ નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જેને લઇને પોલીસ બેડામાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.

Advertisement

ગરમીની સંભવિત અસર

વડોદરા સહિત રાજ્યભરમાં રેકોર્ડ તોડ ગરમી પડી છે. આ વખતે આકરી ગરમીના કારણે હીટ સ્ટ્રોકના લક્ષણોની ફરિયાદ સાથે મોટી સંખ્યામાં લોકો સરકારી હોસ્પિટલમાં પહોંચી રહ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ સરકારી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. અને તેમાં દર્દીઓ માટે વિવિધ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. ત્યારે આજે ગરમીની સંભવિત અસરના કારણે પોલીસ જવાનનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના છાણી પોલીસ હેડ ક્વાટર્સમાં એએસઆઇ દિલીપભાઇ માલુસરે (રહે. વાઘોડિયા રોડ) ફરજ બજાવતા હતા. તેઓની તબિયત બે-ત્રણ દિવસથી ખરાબ ચાલી રહી હતી. દરમિયાન આજે સવારે તેમને ગભરામણ થતી હોવાની ફરરિયાદ બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી પહેલા તેમની તબિયત બગડતા તેમની છાણી હેડ ક્વાટર્સ ખાતે બદલી કરવામાં આવી હતી. હાલ ઘટના બાદ પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

Advertisement

ગરમીની સ્થિતી ગંભીર

અત્રે ઉલ્લેખનીય છે કે, ગરમીના કારણે અનેક લોકો તેની અસરના આડકતરા શિકાર થઇ રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં આ અસર જીવલેણ નિવડે છે. ત્યારે લોકોએ ગરમીની સ્થિતીને ગંભીરતાથી લઇને તેનાથી બચવાના ઉપાયો કરવા હિતાવહ છે.

આ પણ વાંચો --  VADODARA : 22, જૂને મેગા નેશનલ લોક અદાલતનું આયોજન

Advertisement

Tags :
Advertisement

.