Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બાગના સ્લાઇડીંગમાં પગ ફસાઇ જતા આંગળી કપાઇ

VADODARA CORPORATION : વડોદરાના તાંદલતા વિસ્તારમાં આવેલા બાગમાં રમત-ગમતના સાધનોમાં મુકેલી સ્લાઇડીંગના હોલમાં પગની આંગળી ફસાઇ જઇ કપાવવાની ઘટના સામે આવી છે. સ્લાઇડીંગની જાળવણીમાં તંત્રની બેદરકારીને પગલે આજે ત્રણ વર્ષના માસુમે આંગળી ગુમાવવાનો વારો આવ્યો છે. તાહુરા ગાર્ડનમાં સ્લાઇડીંગ પર...
vadodara   બાગના સ્લાઇડીંગમાં પગ ફસાઇ જતા આંગળી કપાઇ
Advertisement

VADODARA CORPORATION : વડોદરાના તાંદલતા વિસ્તારમાં આવેલા બાગમાં રમત-ગમતના સાધનોમાં મુકેલી સ્લાઇડીંગના હોલમાં પગની આંગળી ફસાઇ જઇ કપાવવાની ઘટના સામે આવી છે. સ્લાઇડીંગની જાળવણીમાં તંત્રની બેદરકારીને પગલે આજે ત્રણ વર્ષના માસુમે આંગળી ગુમાવવાનો વારો આવ્યો છે.

તાહુરા ગાર્ડનમાં સ્લાઇડીંગ પર શુક્રવારે 3 વર્ષનું બાળક પટેલ રમી રહ્યું હતું

વડોદરાના હરણી લેકઝોનમાં થયેલી દુર્ઘટના બાદ પણ તંત્ર લોકોની સલામતીને લઇ નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. જે જગ્યાઓ મોટી સંખ્યામાં લોકોની અવર-જવર હોય તેવા સ્થળોએ મુકેલા સાધનોનો ઉપયોગ સુરક્ષિત છે કે નહિ તેનું ધ્યાન રાખવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોવાની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા તાહુરા ગાર્ડનમાં સ્લાઇડીંગ પર શુક્રવારે 3 વર્ષનું બાળક આરીફ પટેલ રમી રહ્યું હતું.

Advertisement

તબિબોને આંગળી જોડવામાં સફળતા ન મળી

દરમિયાન આસ આરીફ પટેલની આંગળી સ્લાઇડીંગના ખાંચામાં ફસાઇ જતા કપાઇને છુટ્ટી પડી ગઇ હતી. ઘટનામાં દર્દથી કણસતા આરીફને તાત્કાલિક નજીકના દવાખાને લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તબિબો દ્વારા તેની આંગળી જોડવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જો કે, તબિબોને આંગળી જોડવામાં સફળતા મળી ન હતી. આસના પિતાએ કહ્યું કે, પાલિકા તંત્રની બેદરકારીના કારણે આ ઘટના સર્જાઇ છે. તંત્ર સામે કાર્યવાહી કરો. પાલિકાની બેદરકારીના કારણે આજે બાળકે પગની આંગળી ગુમાવી છે.

Advertisement

બાળકને આજીવન થયેલી ક્ષતીની પૂર્તિ કરવી અશક્ય

કોંગી અગ્રણી અસ્ફાક મલેક જણાવે છે કે, આ ઘટનામાં આસની એક આંગળી કપાઇને છુટી પડી ગઇ છે. હવે બાળક ચપ્પલ નથી પહેરી શકતું. મોટો થયા બાદ પણ તે સરખી રીતે ચાલી નહિ શકે. તેણે આજીવન આ સ્થિતી સાથે જ જીવવું પડશે. બાળકને આજીવન થયેલી ક્ષતીની પૂર્તિ કરવી અશક્ય છે. છતાં પાલિકા તંત્ર દ્વારા હાલમાં બાળકને આર્થિક સહાય અને જ્યારે તે મોટો થાય ત્યારે તેને નોકરી આપવા માટેની અમારી માંગ છે. દુર્ઘટના બાદ પાલિકા તંત્ર દ્વારા સ્લાઇડર હટાવી લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : 70 વર્ષ જૂની નલિકામાં ભંગાણ થતા પાણી માટે રાહ જોવી પડશે

Tags :
Advertisement

.

×