Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પેઢીઓથી ચાલતી દુકાનો પર પાલિકાની કાર્યવાહી

VADODARA : આજે શહેરના દુમાડ (VADODARA - DUMAD) પાસે ગેરકાયદેસરક દુકાન-મકાનનું દબાણ દુર કરવા માટે પાલિકાની ટીમ પહોંચી છે. ત્યારે અગાઉથી કોઇ જાણકારી આપ્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે ટીમ પહોંચતા સ્થાનિકો રોષે ભરાયા છે. અને તમામે એકસુરે વૈકલ્પિક જગ્યાની માંગ...
vadodara   પેઢીઓથી ચાલતી દુકાનો પર પાલિકાની કાર્યવાહી
Advertisement

VADODARA : આજે શહેરના દુમાડ (VADODARA - DUMAD) પાસે ગેરકાયદેસરક દુકાન-મકાનનું દબાણ દુર કરવા માટે પાલિકાની ટીમ પહોંચી છે. ત્યારે અગાઉથી કોઇ જાણકારી આપ્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે ટીમ પહોંચતા સ્થાનિકો રોષે ભરાયા છે. અને તમામે એકસુરે વૈકલ્પિક જગ્યાની માંગ કરી છે. સ્થાનિકોના મતે છેલ્લા 100 વર્ષથી વધુ સમયથી તેમના પરિવાર અહિંયા વસવાટ કરવાની સાથે ધંધો કરી રહ્યા છે. અગાઉ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરતા મામલે થાળે પડ્યો હતો. પરંતુ આજે ફરી ટીમ ત્રાટકી છે. જેને લઇને લોકોમાં દોડધામ મચી જવા પામી છે.

Advertisement

હવે ક્યાં જશે

વડોદરા પાસે દુમાડ ચોકડી નજીક હાઇવે આવેલો છે. તે પહેલા દુમાડ ચોકડી પાસે અનેક ચા-નાસ્તાની દુકાનો આવેલી છે. કેટલીક દુકાનો પાછળ બનાવેલા ઘરમાં લોકો રહે છે. આ દુકાનો અને મકાન ગેરકાયદેસર હોવાથી પાલિકાની ટીમ આજે પોલીસ બંદોબસ્ત સાથે તોડવા પહોંચી છે. જેને લઇે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. પેઢીઓથી ચાલતો ધંધો દુર કરવામાં આવનાર હોવાથી લોકો હવે ક્યાં જશે તેની ચિંતા સતાવી રહી છે.

Advertisement

ખાવા-પીવા-રહેવાનું ધંધા પર

મહિલા પરમાર ધર્મીષ્ઠા જણાવે છે કે, આ સમા-સાવલી રોડ છે. 100 વર્ષથી થયા અમારો પરિવાર અહિંયા ધંધો કરે છે. અમારી ચોથી પેઢી છીએ. હાઇવેથી નજીક અમારૂ ઘરે છે. પાલિકા દ્વારા તોડફોડ કરવામાં આવી છે. દર વર્ષો ચોમાસામાં આ લોકો આવીને હેરાન કરે છે. જેટલો અમે ખર્ચો કરીએ, જ્યારે ખર્ચો કરીએ ત્યારે આવે છે. પાણી ન ભરાઇ જાય તે માટે બધાએ રૂ. 10 હજાર ખર્ચો કરીને માટી નંખાવીને ઉંચુ કરાવ્યું છે. બધાનું ખાવા-પીવા-રહેવાનું આ ધંધા પર જ છે. આટલા વર્ષોથી કરીએ છીએ. કોઇ નોટીસ નથી આપી, તાત્કાલીક તોડવા આવ્યા છે. એમને એમ જ તોડી નાંખવાનું ! અમારે રહેવાનું-ખાવાનું ક્યાં ! ક્યાં ધંધો કરીએ અમે.

જુવાન છોકરા-છોકરીઓને લઇને ક્યાં જાય

સ્થાનિક પ્રવિણ પરમાર અમે 100 વર્ષથી વધુથી ધંધો કરી રહ્યા છે. અગાઉ નોટીસ આવી હતી. તે સમયે અમે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જોડે વાત કરાવી હતી. ત્યારે મામલો ઠંડો પડી ગયો હતો. જ્યાં સુધી વૈકલ્પિ જગ્યા ના આપે, રહેઠાણની સુવિધાન ના આપે ત્યાં સુધી મકાન-દુકાન હટાવવાનું નથી, તેમ કહ્યું હતું. આજે કોઇ પણ નોટીસ આપ્યા વગર દુકાન-મકાન હટાવવાનું કહેવામાં આવ્યું છે. અમારે જવું ક્યાં ! 8 - 10 વિધવા મહિલાઓ છે, તેમની પાસે કંઇ નથી. તેમના જુવાન છોકરા-છોકરીઓને લઇને ક્યાં જાય. અમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઇેએ તેવી અમારી માંગ છે.

આ પણ વાંચો -- VADODARA : રોંગ સાઇડ વાહન વિરૂદ્ધ ડ્રાઇવમાં 68 ચાલકો સામે પોલીસ ફરિયાદ

Tags :
Advertisement

.

×