Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગણેશ ભક્તોની જીત, પોલીસ કમિશનર સાથેની મીટિંગ બાદ સુખદ અંત

VADODARA : વડોદરા (VADODARA) માં તાજેતરમાં પોલીસ કમિશનર દ્વારા ગણેશજીની મૂર્તિની ઉંચાઇ સિમીત કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું. જે શહેરના ગણેશ મંડળો સુધી પહોંચતા જ તેનો વિરોધ થયો હતો. આ વિરોધ પ્રથમ સોશિયલ મીડિયા પર ખુલીને સામે આવ્યો હતો. ત્યાર...
vadodara   ગણેશ ભક્તોની જીત  પોલીસ કમિશનર સાથેની મીટિંગ બાદ સુખદ અંત
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં તાજેતરમાં પોલીસ કમિશનર દ્વારા ગણેશજીની મૂર્તિની ઉંચાઇ સિમીત કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું. જે શહેરના ગણેશ મંડળો સુધી પહોંચતા જ તેનો વિરોધ થયો હતો. આ વિરોધ પ્રથમ સોશિયલ મીડિયા પર ખુલીને સામે આવ્યો હતો. ત્યાર બાદ 23, જુન રવિવારના રોજ ગણેશ મંડળો દ્વારા મોટી વિરોધ રેલીની જાહેરાત કરવામાં આવી હતી. આ મામાલો દિવસેને દિવસે તુલ પકડી રહ્યો હતો. તેવામાં આજે શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા વડોદરા ગણેશોત્સવ સમિતીના અગ્રણીઓ વચ્ચે મીટિંગ બાદ મામલાનો સુખદ અંત આવ્યો છે. જેથી વિરોધ રેલી રદ્દ કરી દેવામાં આવી છે. જો કે, આ મામલે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી દ્વારા સંકલનની પ્રથમ બેઠકમાં મામલાનો યોગ્ય સમાધાન લાવવા જણાવવામાં આવ્યું હતું.

ખુબ જ સુંદર સાથ-સહકાર

અગ્રણી જય ઠાકોર જણાવે છે કે, સર્વે વડોદરા વાસીઓને ગણેશોત્સવની શુભકામનાઓ, આજે વડોદરા ગણોશોત્સવ સમિતિના અગ્રણીઓ શહેર પોલીસ કમિશનરને મળવા આવ્યા હતા. અને અમે આખરી પત્ર તેમને આપ્યો હતો. અને કહ્યું કે, આજે જો આ મામલાનું નિરાકરણ નહી થાય તો અમે આગળ ગણોશોત્સવ સ્થગિત કરવાના મુડમાં છીએ. પરંતુ પોલીસ વિભાગના તમામ અધિકારીઓ દ્વારા ખુબ જ સુંદર સાથસહકાર આપ્યો છે. જેને અમે બિરદાવીએ છીએ. તેમણે જણાવ્યું કે, અમુક નિતી નિયમોને આધિન રહીને રંગેચંગે ગણોશોત્સવ ઉજવાય તેની પરવાનગી મળી ગયેલ છે.

Advertisement

ગણેશોત્સવની મંજુરી મળી

વધુમાં તેમણે જણાવ્યું કે, વડોદરા શહેરના તમામ લોકોએ અમને સપોર્ટ કર્યો છે. તેમને વંદન કરીએ છીએ. આપણી એકતાની તાકાત સામે સરકાર આવી ન શકી. અને પોલીસ તંત્ર દ્વારા સાથસહકાર જોડે પરવાનગી મળી ગયેલી છે. તમામે ખાસ ધ્યાન રાખવાનું કે, તમામ ગણેશ મંડળે પોલીસને સાથ સહકાર આપવો પડશે. આપણા તરફથી કોઇ ગેરરીતિ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. આપણને ગણેશોત્સવની મંજુરી મળી ગયેલી છે. હવે અમે રેલી યોજવાના નથી. ગણેશજી માટે પરવાનગી કોઇ પણ રાજકીય પક્ષની પરવાનગી વગર મંજુરી મળેલી છે. તેમાં પોલીસના સુચિત નિયમોનું પાલન કરવું પડશે.

Advertisement

જે જોઇતું હતું તે મળી ગયું

અન્ય અગ્રણી ચકાભાઇ જણાવે છે કે, અમે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું. આજે પોલીસ કમિશનર સહિત તમામે અમને સારી રીતે સાંભળ્યા હતા. અમે કોઇ નેતા પાસે ગયા ન્હતા. અમને લોકોનો સપોર્ટ હતો. પોલીસ કમિશનર દ્વારા અમે દર વર્ષે જેમ કરીએ છીએ તેમ ગણોશોત્સવની ઉજવણી કરવાની મંજૂરી આપી દીધી છે. અમારી રેલી રદ્દ કરવામાં આવી છે. અમને જે જોઇતું હતું તે મળી ગયું છે. ગણેશજી માટે 50 હજાર લોકો રેલીમાં જોડાવવા તૈયાર હતા. મારી આવનારી પેઢી આવનાર 200 વર્ષ સુધી રંગેચંગે ઉજવણી કરશે તેવો અમને વિશ્વાસ છીએ.

આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલનું કેન્ટીન “બિમારીનું ઘર”, જાણો તપાસમાં શું મળ્યું

Tags :
Advertisement

.

×