Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : આવાસ યોજનામાં એક મકાનની ફાળવણી સામે વિરોધનો સુર

VADODARA : વડોદરાના હરણી-સમા લિંક રોડ પર આવેલા મોટનાથ રેસીડેન્સીના આવાસ યોજનામાં એક મકાનની ફાળવણી લધુમતિ કોમના પરિવારને કરવામાં આવતા સ્થાનિકોએ એકત્ર થઇને વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ વિસ્તાર અશાંત ધારામાં આવે છે. 462 મકાને પૈકી એક...
vadodara   આવાસ યોજનામાં એક મકાનની ફાળવણી સામે વિરોધનો સુર
Advertisement

VADODARA : વડોદરાના હરણી-સમા લિંક રોડ પર આવેલા મોટનાથ રેસીડેન્સીના આવાસ યોજનામાં એક મકાનની ફાળવણી લધુમતિ કોમના પરિવારને કરવામાં આવતા સ્થાનિકોએ એકત્ર થઇને વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ વિસ્તાર અશાંત ધારામાં આવે છે. 462 મકાને પૈકી એક મકાન કેવી રીતે લધુમતિ કોમના પરિવારને ફાળવવામાં આવ્યું છે. આ ફાળવણી રદ કરીને તેમને અન્યત્રે જગ્યા આપવામાં આવે, જેને લઇને બધાય શાંતિથી રહી શકે. જો તેમ કરવામાં નહિ આવે તો સામાજીક કાર્યકરે કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદને ઘેરાવો કરીને આ મકાનની ફાળવણી રદ થાય તેવા પ્રયત્નો કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

દરેક પરિવાર હિંદુ પરિવાર છે

સ્થાનિક જણાવે છે કે, આ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલી મોટનાથ સોસાયટી છે. અહિંયા 462 મકાનો આવેલા છે. તે પૈકી 461 મકાનોમાં હિંદુ પરિવારો રહે છે. અને એક મકામ લધુમતિ કોમના વ્ચક્તિને ફાળવવામાં આવ્યું છે. છેલ્લા 5 વર્ષથી મકાન ફાળવવામાં આવ્યું છે. અત્યાર સુધી તેઓ રહેવા આવ્યા નથી. હવે તેઓ રહેવા આવવાના છે, તેવી જાણ થતા જ સોસાયટીના રહીશો દ્વારા તેને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. હરણી-મોટનાથ વિસ્તાર અશાંત ધારા અંતર્ગત આવતો વિસ્તાર છે. દરેક પરિવાર હિંદુ પરિવાર છે, તો આ મકાન એક માત્ર લધુમતિ પરિવારને કેમ ફાળવવામાં આવ્યું ? તેની ફાળવણી રદ કરવામાં આવે. અને અન્યત્રે ફાળવણી કરવામાં તેવી અમારી માંગ છે.

Advertisement

પાલિકાની હાય હાય, અશાંત ધારાનો અમલ કરો

મહિલા જણાવે છે કે, એક જ મકાન એવું હોય તો તેમના વિસ્તારમાં ટ્રાન્સફર કરીને આપવામાં આવે. તે પણ શાંતિથી રહી શકે, એક જ લધુમતિ કોમના વ્યક્તિને કેવી રીતે આપ્યું ? સાથે જ વિરોધમાં જોડાયેલા લોકો દ્વારા પાલિકાની હાય હાય, અશાંત ધારાનો અમલ કરો અને જય શ્રી રામ ના નારા લગાડવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ મામલે સામાજીક કાર્યકર અતુલ ગામેચી જણાવે છે કે, અમે કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદને ઘેરાવો કરીને આ મકાનની ફાળવણી રદ થાય તેવા પ્રયત્નો કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો -- VADODARA : બેફામ હાંકતા કાર ચાલકે દંપતિને અડફેટે લીધા, મહિલાનું મોત

Tags :
Advertisement

.

×