Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કરજણમાં 5 વર્ષમાં 50 થી વધુ શાળાઓનું બાંધકામ થયું

VADODARA : રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રથમ દિવસે વડોદરા જિલ્લાના કરજણમાં માંગરોળ પ્રાથમિક શાળાની બિલ્ડીંગના લોકાર્પણ સાથે જલારામ નગર પ્રાથમિક શાળા અને ધારાસભ્ય શ્રી અક્ષયભાઇ પટેલે બાલવાટિકા, આંગણવાડી, ધોરણ - ૧ અને શાહ એન.બી. સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ...
vadodara   કરજણમાં 5 વર્ષમાં 50 થી વધુ શાળાઓનું બાંધકામ થયું
Advertisement

VADODARA : રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રથમ દિવસે વડોદરા જિલ્લાના કરજણમાં માંગરોળ પ્રાથમિક શાળાની બિલ્ડીંગના લોકાર્પણ સાથે જલારામ નગર પ્રાથમિક શાળા અને ધારાસભ્ય શ્રી અક્ષયભાઇ પટેલે બાલવાટિકા, આંગણવાડી, ધોરણ - ૧ અને શાહ એન.બી. સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ ૯ અને ૧૧ માં એમ કુલ ૩૯૬ નવનામાંકિત બાળકોનો પ્રવેશ કરાવ્યો હતો.

Advertisement

20 શાળાઓનું બાંધકામ ચાલુ થશે

પ્રવેશોત્સવ દરમ્યાન ધારાસભ્ય અક્ષયભાઇ પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૧૦૦ ટકા બાળકોનું શાળામાં નામાંકન કરવા માટે શાળા પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. વધુ ઉમેરતાં ધારાસભ્ય એ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં કરજણ તાલુકામાં ૫૦ શાળાઓ નવનિર્મિત કરવામાં આવી છે અને અન્ય ૨૦ શાળાઓનું બાંધકામ આવનાર સમયમાં ચાલુ થનાર છે.

Advertisement

શૈક્ષણીક કીટ આપીને પ્રવેશ

કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગતગીત, પ્રાર્થના સહિત સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી હતી. આ સાથે બાલવાટિકા, આંગણવાડી અને પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા ભૂલકાઓને ગણવેશ અને શૈક્ષણીક કીટ આપીને પ્રવેશ અપાવ્યો હતો.

નવનામાંકીત બાળકોને પ્રવેશ

શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ધારાસભ્યએ માંગરોળ પ્રાથમિક શાળામાં ૨૯, જલારામ નગર પ્રાથમિક શાળામાં ૫૫ અને શાહ એન.બી. સાર્વજનિક હાઈસ્કૂલમાં ૩૧૩ એમ કુલ ૩૯૬ બાળકોનું આંગણવાડી, બાલવાટિકા, ધોરણ ૧ અને ધોરણ ૯ તથા ૧૧ માં નવનામાંકીત બાળકોને પ્રવેશ આપ્યો હતો. આ શાળા પ્રવેશોત્સવ વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાના શિક્ષકો, દાતાઓ, તાલુકા કક્ષાના અધિકારીઓ અને સામાજિક આગેવાનોની હાજરી માં યોજાયો હતો.

આ પણ વાંચો -- VADODARA : જિલ્લાના 29,982 એકરમાં વિસ્તરી પ્રાકૃતિક કૃષિ

Tags :
Advertisement

.

×