Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કરજણનો લાંચિયો સર્કલ ઓફિસર ઝબ્બે

VADODARA : લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા પૂર્ણ થતા જ લાંચિયાઓ ગેલમાં આવી ગયા હોવાનું લાગી રહ્યું છે. તો બીજી તરફ લાંચિયાઓને દબોચી લેવા માટે પણ એન્ટી કરપ્શન બ્યુરો (ANTI CORRUPTION BUREAU) ની ટીમ સતર્ક છે. આજે કરજણ તાલુકા સેવાસદન (VADODARA...
vadodara   કરજણનો લાંચિયો સર્કલ ઓફિસર ઝબ્બે
Advertisement

VADODARA : લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા પૂર્ણ થતા જ લાંચિયાઓ ગેલમાં આવી ગયા હોવાનું લાગી રહ્યું છે. તો બીજી તરફ લાંચિયાઓને દબોચી લેવા માટે પણ એન્ટી કરપ્શન બ્યુરો (ANTI CORRUPTION BUREAU) ની ટીમ સતર્ક છે. આજે કરજણ તાલુકા સેવાસદન (VADODARA - KARJAN TALUKA SEVA SADAN) ના લાંચિયા સર્કલ ઓફિસર (CORRUPT CIRCLE OFFICER) ને રૂ. 10 હજારની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યો છે. સર્કલ ઓફિસરે વારસાઇની એન્ટ્રી માટે પૈસાની માંગણી કરી હતી.

Advertisement

એન્ટી કરપ્શન બ્યુરોની સફળ ટ્રેપ

ટુંકા ગાળા પહેલા જ લોકસભાની ચૂંટણી સંદર્ભે લાગુ આચાર સંહિતાનો સમયગાળો પૂર્ણ થયો છે. આચાર સંહિતા ઉઠતા હવે અધિકારીઓ ચૂંટણી સંબંધિત જવાબદારીઓમાંથી મુક્ત બન્યા છે. ત્યારે અધિકારીઓ પૈસા ખાવાની પ્રવૃત્તિમાંથી છુટ્યા ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કરજણ તાલુકા સેવા સદનમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી છે. જેમાં લાંચિયા સર્કલ ઓફિસરને દબોચી લેવામાં આવ્યો છે.

Advertisement

રૂ. 10 હજારની લાંચ માંગી

કરજણ તાલુકા સેવા સદનમાં શબ્બીર દિવાન સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. તેણે એક અરજદાર પાસે વારસાઇની એન્ટ્રી મંજૂર કરવા માટે રૂ. 10 હજારની લાંચ માંગી હતી. અરજદાર લાંચ આપવા માંગતો ન હોવાના કારણે તેણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. બાદમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદના આધારે વડોદરા એસીબી કચેરી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.

ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો

છટકા દરમિયાન અરજદારે કરજણ તાલુકા સેવા સદનના સર્કલ ઓફિસર શબ્બીર દિવાનને રૂ. 10 હજાર આપતા જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. હાલ એસીબીની ટીમ દ્વારા લાંચિયાને વડોદરા એન્ટી કરપ્શન બ્યુરોની કચેરીએ લાવીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મજબુર કરતા હોય છે

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર ગમે તેટલા પારદર્શીતાના દાવા કરે, પણ અધિકારીઓનું વલણ તેનાથી વિપરીત સામે આવતું હોય છે. સરકારી અધિકારી લાંચ માંગવાના રસ્તા શોધી જ કાઢતા હોય છે. અને અરજદારોના કામ અટકાવીને તેમને લાંચ આપવા મજબુર પણ કરતા હોય છે. એસીબીની ટ્રેપમાં અનેક અધિકારીઓ ઝડપાયા છતાં આ સિલસિલો અટકવાનું નામ નથી લેતો.

આ પણ વાંચો -- VADODARA : સહારા ક્રેડિટ સોસાયટીના રોકાણકારોને CID ક્રાઇમનું તેડું

Tags :
Advertisement

.

×