Vadodara : લ્યો બોલો...દૂધ બાદ હવે પેટ્રોલમાં પાણી! તરસાલી પેટ્રોલ પંપની વિચિત્ર ઘટના
વડોદરાના (Vadodara) તરસાલી પેટ્રોલ પંપ પરથી વિચિત્ર ઘટના સામે આવી છે. પાણી મશ્રિત પેટ્રોલ આપતા હોવાનાં આક્ષેપ સાથે વાહનચાલકોએ પેટ્રોલ પંપ પર ભારે હોબાળો મચાવ્યો હતો. આરોપ મુજબ, પેટ્રોલ ભરાયાં બાદ 150 જેટલાં વાહનો બંધ પડી ગયા હતા. વાહન ચાલકોએ પેટ્રોલ પંપ પર વાહન મૂકી હોબાળો કર્યો હતો, જેના પગલે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. નવેસરથી પેટ્રોલ ભરી આપતા મામલો થાળે પડ્યો હતો.

પાણી મશ્રિત પેટ્રોલ આપતા હોવાનાં આક્ષેપ
પાણી મશ્રિત પેટ્રોલ આપતા હોવાનો આક્ષેપ
વડોદરાના (Vadodara) તરસાલી પેટ્રોલ પંપ (Tarsali petrol pump) પર વાહનચાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વાહનચાલકોએ પેટ્રોલ પંપના માલિક સામે આક્ષેપ કર્યો હતો કે પાણી મશ્રિત પેટ્રોલ આપવાથી તેમનું વાહન બંધ પડ્યું છે. પેટ્રોલ ભરાવ્યાં બાદ 150 જેટલાં વાહનો બંધ પડ્યા હોવાના વાહન માલિકોએ આક્ષેપ કર્યા હતા. આ સાથે વાહનચાલકોએ બંધ પડી ગયેલા વાહનો પેટ્રોલ પંપ પર જ મૂકીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

બંધ પડી ગયેલા વાહનો પેટ્રોલ પંપ પર જ મૂક્યાં
નવેસરથી પેટ્રોલ ભરી આપવાનું કહેતા મામલો થાળે પડ્યો
આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ પેટ્રોલ પંપ પર પહોંચી હતી. જો કે, પોલીસે (Vadodara police) વાહનચાલકો અને માલિક સાથે ચર્ચા કરી પેટ્રોલ પંપ પરથી વાહનચાલકોને નવેસરથી પેટ્રોલ ભરી આપવાનું કહી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જો કે, આ ઘટનાનાં કેટલાક વાહનચાલકોએ પોતાના મોબાઇલમાં વીડિયો પણ બનાવ્યા હતા, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.
આ પણ વાંચો - Vadodara : એક સાથે 5 મકાનોની બાલ્કની ધરાશાયી થઈ, મહિલાને બંને પગે ગંભીર ઇજા
આ પણ વાંચો - Rajkot : આજે મહાસંમેલન, સનાતન ધર્મનું અપમાન કરનારાઓની હવે ખેર નહીં!
આ પણ વાંચો - Rajkot GameZone : ઊંડાણથી તપાસની જરૂર, દોષિત દંડાય અને નિર્દોષ ભોગ ન બને : SIT વડા સુભાષ ત્રિવેદી


