Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : છેવાડાની સોસાયટીમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગની દહેશત

VADODARA : વડોદરા (VADODARA) ના મકરપુરા વિસ્તારમાં આવેલી છેવાડાની સોસાયટીમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગની દહેશત હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે 2, જુલાઇના સીસીટીવી સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. જેમાં મળસ્કે 3 વાગ્યાના આસરામાં ચડ્ડી-બનિયાનધારી ગેંગની મકાનનું તાળું તોડવા માટે ત્રાટકે છે....
vadodara   છેવાડાની સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગની દહેશત
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના મકરપુરા વિસ્તારમાં આવેલી છેવાડાની સોસાયટીમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગની દહેશત હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે 2, જુલાઇના સીસીટીવી સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. જેમાં મળસ્કે 3 વાગ્યાના આસરામાં ચડ્ડી-બનિયાનધારી ગેંગની મકાનનું તાળું તોડવા માટે ત્રાટકે છે. સીસીટીવીમાં ગેંગના ત્રણ તસ્કરો જોવા મળી રહ્યા છે.

Advertisement

સીસીટીવી સોશિયલ મીડિયા પર સામે આવ્યા

વડોદરામાં પોલીસના નાઇટ પેટ્રોલીંગના ધજાગરા ઉડાડતી ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહે છે. જે પોલીસના દાવાઓથી વિપરીત પરિસ્થીતી તરફ સંકેત કરે છે. આવી જ એક ઘટના મકરપુરા વિસ્તારમાં છેવાડે આવેલી આત્મીય કાઉન્ટી સોસાયટીમાં સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જેમાં રાત્રે ત્રણ વાગ્યાના આરસામાં ચડ્ડી-બનિયાનધારી ગેંગનીના ત્રણ તસ્કરો મકાનમાં ચોરી કરવા માટે ત્રાટકતા હોવાનુો જોવા મળી રહ્યું છે. ઘરના દિવાલની ઓથે તેઓ દરવાજા સુધી આવી પહોંચે છે. ત્યાર બાદ બે તસ્કરો મકાનનું તાળુ તોડવામાં જોતરાય છે. જ્યારે અન્ય એક તસ્કર પહેરો ભરી રહ્યો હોય તેવું જોવા મલી રહ્યું છે.

Advertisement

તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર

સામાન્ય રીતે પોલીસ પેટ્રોલીંગના કારણે આ પ્રકારની ઘટનાઓ પર લગામ લાગવી જોઇએ. પરંતુ તેનાથી વિપરીત અવાર-નવાર રાત્રીના સમયે ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવતા રહે છે. આમ, કરીને તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ કહેવું સહેજ પણ ખોટું નથી. હવે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે. તો બીજી તરફ પોલીસ દ્વારા આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે નાઇટ પેટ્રોલીંગ ચુસ્ત કરવું જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો -- VADODARA : પોલીસની નાકાબંધી જોતા જ બુટલેગરે કાર દોડાવી

Tags :
Advertisement

.

×