Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પુરુષ કરતા મહિલા મતદારની ટકાવારીમાં 10 ટકાથી વધુ તફાવત હોય તેવા 161 બુથ

VADODARA : વડોદરા લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા. ૭ મે ના રોજ યોજાનાર છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભારતના ચૂંટણી પંચ દ્વારા ટર્ન આઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન (TIP) અમલમાં મૂકવામાં આવ્યો છે. વડોદરા લોકસભા મત વિસ્તારમાં મતદાન પ્રક્રિયામાં...
vadodara   પુરુષ કરતા મહિલા મતદારની ટકાવારીમાં 10 ટકાથી વધુ તફાવત હોય તેવા 161 બુથ
Advertisement

VADODARA : વડોદરા લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા. ૭ મે ના રોજ યોજાનાર છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભારતના ચૂંટણી પંચ દ્વારા ટર્ન આઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન (TIP) અમલમાં મૂકવામાં આવ્યો છે. વડોદરા લોકસભા મત વિસ્તારમાં મતદાન પ્રક્રિયામાં મહિલા મતદારની ભાગીદારી વધે તે માટે જિલ્લામાં પણ ટર્નઆઉટ ઈમ્પ્લીમેન્ટેશન પ્લાનનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

જાગૃતિ માટે પ્રશ્નોતરી જેવી પ્રવૃત્તિઓનું આયોજન

આ પહેલ અંતર્ગત વડોદરા જિલ્લાના ૨૦ ગામોમાં મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. આજે વડોદરા જિલ્લામાં સૌથી વધારે યુવા મતદારો ધરાવતા પાદરા તાલુકાના સાંઢા ગામે આયોજીત મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા ખાસ ઉપસ્થિત રહી મહિલા મતદારોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ લોકશાહીના આ મહાપર્વમાં નારી શક્તિના મહત્તમ મતદાનની હિમાયત કરતા જણાવ્યું હતું કે, મતદાનના પ્રમાણમાં સમાનતા રહે અને મહિલા મતદારો પણ મહત્તમ મતદાન કરી લોકશાહીને મજબૂત કરવામાં પોતાનું યોગદાન આપે તે ખૂબ જરૂરી છે. તેમણે સાંઢા ગામે કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા મતદારોને લોકશાહી શાસન પદ્ધતિમાં મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. તો, સ્વીપના કો-ઓર્ડિનેટર ડો. સુધીર જોષી દ્વારા પણ મતદાન જાગૃતિ માટે પ્રશ્નોતરી જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

અચૂક મતદાન કરવા અને કરાવવા અપીલ

પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો સાથે તેમણે સંવાદ કરીને અચૂક મતદાન કરવા અને કરાવવા અપીલ કરી હતી. તો, ગામના વયોવૃદ્ધ ૯૫ વર્ષની મહિલાએ પણ યુવાઓ સહિત તમામ મતદારોને મતદાન કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મતદાન માટે સંકલ્પબદ્ધ થયા હતા.

Advertisement

ગામોમાં નુક્કડ નાટકના મંચનનું આયોજન

આવતીકાલે વડોદરા તાલુકાના અંકોડિયા, અનગઢ, ડભોઈના સીમળીયા, ગોજાલી, ડેસરના છાણિયેર, સાવલીના ગોઠડા પાદરાના સોખડારાઘુ, કણઝટ અને શિનોર તાલુકાના શિનોર અને માંડવા સહિત વધુ ૧૦ ગામોમાં નુક્કડ નાટકના મંચન દ્વારા ખાસ કરીને મહિલા મતદારોમાં મતદાન માટે જાગૃતિ ઊભી કરવામાં આવશે.

મહિલાઓના મતદાનનું પ્રમાણ વધે તે માટેના પ્રયાસો

મહત્વનું છે કે, જિલ્લા વિકાસ અધિકારી અને TIP ના નોડલ અધિકારી શ્રીમતી મમતા હિરપરાના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમો દ્વારા જે બુથમાં પુરૂષ કરતા મહિલાઓના મતદાનની ટકાવારીમાં દસ ટકાથી વધુ તફાવત છે, તેવા બુથમાં મહિલાઓના મતદાનનું પ્રમાણ વધે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે,વડોદરા જિલ્લામાં પુરુષ કરતા મહિલા મતદારની ટકાવારીમાં ૧૦ ટકાથી વધુ તફાવત હોય તેવા કુલ ૧૬૧ બુથ છે.

વિદ્યાર્થીઓ અને કલાકારો દ્વારા શેરી નાટકો

વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક નવતર પહેલ ભાગરૂપે ગત ચૂંટણીમાં પુરુષ કરતા મહિલા મતદારોની ટકાવારી ઓછી હોય તેવા બુથ તથા ગામોમાં એમ.એસ. યુનિ. તથા અન્ય સંસ્થાના વિદ્યાર્થીઓ અને કલાકારો દ્વારા શેરી નાટકો કરવામાં આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં મહતમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ ટીમ સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ માટે શહેર જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : પત્નીની જાણ બહાર પતિએ ક્લિક કર્યા નગ્ન ફોટો, કહેતા જવાબ મળ્યો “આવું તો ચાલ્યા કરે”

Tags :
Advertisement

.

×