Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શંકાશીલ પતિ સહિત સાસરીયાથી પરિણીતા ત્રસ્ત, કહેતા "તારા પગલાં સારા નથી"

VADODARA : વડોદરા (VADODARA) ના મહિલાના વર્ષ 2015 માં ગોધરા-પંચમહાલમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ થોડાક વર્ષે બધુ સારૂ ચાલ્યું હતું. તે પછી પતિ સહિત સાસરીયાઓને શંકાશીલ સ્વભાવ અને વર્તન સામે આવ્યું હતું. લગ્ન સંસારમાં કોઇ ખલેલ ન પડે તે...
vadodara   શંકાશીલ પતિ સહિત સાસરીયાથી પરિણીતા ત્રસ્ત  કહેતા  તારા પગલાં સારા નથી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના મહિલાના વર્ષ 2015 માં ગોધરા-પંચમહાલમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ થોડાક વર્ષે બધુ સારૂ ચાલ્યું હતું. તે પછી પતિ સહિત સાસરીયાઓને શંકાશીલ સ્વભાવ અને વર્તન સામે આવ્યું હતું. લગ્ન સંસારમાં કોઇ ખલેલ ન પડે તે માટે પરિણીતા બધુ સહન કરતી હતી. આખરે ફેબ્રુઆરી - 2024 માં તેણીએ સાસરૂ છોડી દીધું હતું. જે બાદ તાજેતરમાં વડોદરા મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

સાસુ સસરા ટોણા મારતા

વડોદરાના મહિલા પોલીસ મથકમાં પીડિત મહિલા કોમલ (નામ બદલ્યું છે) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, હાલ તે ભાડાની મકાનમાં બે સંતાનો અને પરિવારના સભ્યો સાથે રહે છે. અને ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે. વર્ષ 2015 માં કોમલબેનના લગ્ન ગોધરા-પંચમહાલ થાય છે. જ્યાં તેઓ સાસરીયાઓ સાથે રહે છે. અને શરૂઆતના સાત વર્ષ સુધી બધુ સારૂ ચાલે છે. તે બાદ કોમલ આજુબાજુમાં કોઇના સાથે વાત કરે અને પતિ જોઇ જાય તો શંકા કરી બોલાચાલી કરે છે. સાસુ સસરા ટોણા મારી કહેતા કે, તું મારા છોકરાનું ઘર નહિ ચલાવી શકીશ, તારા પગલા સારા નથી. આમ કહી વારંવાર ઝગડો કરતા હતા.

Advertisement

પતિ કહેતો, તે તારો ઘરવાળો છે ?

લગ્નજીવન દરમિયાન વર્ષ 2017 માં દિકરીનો જન્મ થાય છે. ત્યારે પતિ હેર સલુનનું કામ કરે છે. તેવામાં ઘરખર્ચ પહોંચી ન વળાતા કોમલ ઘરકામ ચાલુ કરે છે. કામ કરીને કોમલ કરત આવતા કોઇની સાથે વાત કરે તો શંકાશીલ પતિ કહેતો કે, તે તારો ઘરવાળો છે ? જે બાદ પણ ઘરમાં કલેશ ચાલતો હતો. પરંતુ કોમલ મુંગા મોંઢે સહન કરી રહી હતી.

Advertisement

શિક્ષણ માટે પૈસા માંગે તો ઝગડો

દરમિયાન વર્ષ 2019 માં પુત્રનો જન્મ થાય છે. તે બાદ પણ સાસરીયાઓ દ્વારા પરેશાન કરવાનું ચાલુ જ રાખવામાં આવે છે. સંતાનોને સારૂ શિક્ષણ આપવા માટે કોમલ પૈસા માંગે તો તેના સાથે ઝગડો કરવામાં આવે છે. આ સિલસિલો ચાલુ રહેતા આખરે ફેબ્રુઆરી - 2024 માં કોમલ ઘરેથી નિકળી જાય છે. આખરે ઉરપોક્ત મામલે મહિલાના પતિ જગદીશભાઇ ગોવિંદભાઇ વણઝારા, સસરા ગોવિંદભાઇ વિરાભાઇ વણઝારા અને સાસુ લીલાબેન ગોવિંદભાઇ વણઝારા (તમામ રહે. લક્ષ્મીનગર, ગોધરા - પંચમહાલ) સામે વડોદરાના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે તમામ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો --VADODARA : બાકી નિકળતા પૈસા માંગતા જવાબ મળ્યો, “તારા ટાંટીયા તોડી નાંખીશ”

Tags :
Advertisement

.

×