Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : "વાઇસ ચાન્સેલર ગુમ થયેલ છે", MSU માં ફરી પોસ્ટર વોર

VADODARA : વડોદરાના વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં વધુ એક વખત પોસ્ટર વોર સામે આવ્યું છે. જેમાં યુુનિ.ના ગેટ સહિત અન્યત્રે પોસ્ટરો લગાડવામાં આવી રહ્યા છે. પોસ્ટરમાં લખ્યું છે કે, વાઇસ ચાન્સેલર ગુમ થયા છે. ઉપર...
vadodara    વાઇસ ચાન્સેલર ગુમ થયેલ છે   msu માં ફરી પોસ્ટર વોર
Advertisement

VADODARA : વડોદરાના વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં વધુ એક વખત પોસ્ટર વોર સામે આવ્યું છે. જેમાં યુુનિ.ના ગેટ સહિત અન્યત્રે પોસ્ટરો લગાડવામાં આવી રહ્યા છે. પોસ્ટરમાં લખ્યું છે કે, વાઇસ ચાન્સેલર ગુમ થયા છે. ઉપર ફોટોમાં દર્શાવેલ વ્યક્તિ ભુલથી ક્યાંક દેખાય તો ઉકેલ માટે એબીવીપીનો સંપર્ક કરવો. થોડાક દિવસો પહેલા એબીવીપી દ્વારા યુનિ.ની અલગ અલગ ફેકલ્ટીઓમાં એડમિશનના ક્વોટા ઘટાડવા અંગેની અસ્પષ્ટતા બાદની સ્થિતીને લઇને પોસ્ટલો ચોંટાડ્યા હતા.

સંદેશો પાઠવવામાં આવ્યો

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ના વીસીનું આપખુદશાહીનું વલણ હવે કોઇનાથી છુપુ નથી. તેઓ મનસ્વી રીતે નિર્ણયો લેવા માટે જાણીતા બન્યા છે. તાજેતરમાં યુનિ.માં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેના એડમિશનનો ક્વોટા ઘટાડવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જો કે, તે અંગે સામે આવીને કોઇ સ્પષ્ટ ખુલાસો આપવાની જગ્યાએ એઓસડી મારફતે ક્વોટા અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી તેવે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. આ બાદ યુનિ.માં એબીવીપી દ્વારા પોસ્ટર વોર શરુ કરવામાં આવ્યું હતું. જો કે, આ બાદ પણ વીસી ટસનામસ થયા ન્હતા. અને તેમના જક્કી વલણ પ્રમાણે જ વહીવટી ચાલુ રાખ્યો હતો.

Advertisement

વ્ચક્તી ભુલથી દેખાય તો સંપર્ક કરો

સ્થાનિક વિદ્યાર્થીઓના ક્વોટા અંગેની પ્રબળ ચર્ચાઓએ જોર પકડતા વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા અનેક વખત યુનિ. હેડ ઓફિસ જઇને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સામે કોઇ જવાબદાર સત્તાધીશ આવ્યું ન્હતું. આખરે આજે યુનિ.ની બહાર સહિત અન્યત્રે પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, વાઇસ ચાન્સેલર MSU ગુમ થયા છે. તેમાં વીસી વિજય શ્રીવાસ્તવનો ફોટો લગાડવામાં આવ્યો છે. તેમાં નીચે લખવામાં આવ્યું કે, ઉપર ફોટોમાં દર્શાવેલી વ્ચક્તી ભુલથી ક્યાંક દેખાય તો વિદ્યાર્થીના પ્રશ્નોના ઉકેલ માટે એબીવીપીનો સંપર્ક કરવો.

Advertisement

અવનવી રીતે વિરોધની તૈયારી

યુનિ.માં પોસ્ટર વોર શરૂ થતા રાજકારણ ગરમાયું છે. હવે આ મામલે આગળ પણ અવનવી રીતે વિરોધ કરવા માટે એબીવીપીએ કમર કસી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગળ શું થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : લાલબાગ રેલવે ઓવર બ્રિજ તબક્કાવાર બંધ રહેશે

Tags :
Advertisement

.

×