Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : ડભોઇ પંથકમાં ભારે પવન સાથે વરસાદ, લોકોને બફારાથી મળી રાહત

અહેવાલ -પીન્ટુ પટેલ ,ડભોઇ વડોદરા  ડભોઇમાં વહેલી સવારથી જ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી. ભારે પવન સાથે વરસાદ પડવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા. આસપાસના વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા...
vadodara   ડભોઇ પંથકમાં ભારે પવન સાથે વરસાદ  લોકોને બફારાથી મળી રાહત
Advertisement

અહેવાલ -પીન્ટુ પટેલ ,ડભોઇ વડોદરા 

ડભોઇમાં વહેલી સવારથી જ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી. ભારે પવન સાથે વરસાદ પડવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા. આસપાસના વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને બફારાથી રાહત મળી હતી. વડોદરા જિલ્લાના ડભોઇ નગર અને તાલુકાના સમગ્ર વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો. જોરદાર વરસાદ નું ઝાપટું પડતા ઠંડક પ્રસરી ગઈ હતી. ડભોઇ તાલુકાના ચલવાડા, ધરમપુરી, કુકડ, ભીલાપુર, થુવાવી સીમળીયા,અમરેશ્વર સહીતના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો હતો.

Advertisement

Image preview

Advertisement

વડોદરા જિલ્લાના 25 ગામોને એલર્ટ

આજરોજ વહેલી સવારથી ધમાકેદાર વરસાદને કારણે વડોદરા જિલ્લાના 25 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યો હતા .જેમાં ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરીયા જેવા ગામોને વહીવટી તંત્રએ એલર્ટ કરી દીધા છે .એટલું જ નહીં પરંતુ નમૅદા ડેમના ૨૩ દરવાજાઓ પણ ખોલી દેવામાં આવ્યા છે.

Image preview

ઓગસ્ટ મહિનામાં નહીવત વરસાદ

ઓગસ્ટ મહિનો કોરો રહેતા સોયાબીનની ખેતીમાં નુકસાની વેઠવાનો વારો ચોમાસાની સિઝનમાં સોયાબીનની ઉત્પાદન ક્ષમતા વધારે હોય છે. જો કે, આ વર્ષે ઓગસ્ટ મહિનો કોરો કટ રહેતા ખેડૂતોને સોયાબીનની ખેતીમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

Image preview

વરસાદ નો બીજો તબક્કો

ચોમાસાની ઋતુમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસ્યો નથી. ખેડૂતો સહિતના લોકો વરસાદની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. સારો વરસાદ વરસે તેવી સૌ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે આજરોજ વહેલી સવારથી ભારે પવનની ગતિ સાથે વરસાદ વરસ્યો હતો. થોડીવાર માટે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ ઉપર પાણી પાણી થઇ ગયા હતા.અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠેલા ખેડૂતો હાલ તો વરસાદ વરસતા ખુશખુશાલ થઈ ગયા હતા.વરસાદથી ખેડૂતોના પાકને નવું જીવનદાન મળ્યું છે.

આ  પણ   વાંચો-સુરત : આટલું ના કહેવાય..? નાની વાતમાં યુવતીએ કરી લીધો આપઘાત 

Tags :
Advertisement

.

×