Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : MSU માં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે સરકાર કટિબદ્ધ - દંડક

VADODARA : આજે સરકારી શાળામાં પ્રવેશોત્સવ (shala praveshotsav 2024) અને કન્યા કેળવણી કાર્યક્રમની શરૂઆત થઇ છે. ત્યારે શિક્ષણ સમિતિની શ્રેષ્ઠ ગણાતી કવિ દુલા કાગ શાળામાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની શરૂઆત કરાવવામાં આવી...
vadodara   msu માં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે સરકાર કટિબદ્ધ   દંડક
Advertisement

VADODARA : આજે સરકારી શાળામાં પ્રવેશોત્સવ (shala praveshotsav 2024) અને કન્યા કેળવણી કાર્યક્રમની શરૂઆત થઇ છે. ત્યારે શિક્ષણ સમિતિની શ્રેષ્ઠ ગણાતી કવિ દુલા કાગ શાળામાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની શરૂઆત કરાવવામાં આવી છે. આ તકે મીડિયા દ્વારા તેમને એમ એસ યુનિ.માં (MSU VADODARA) સ્થાનિક વિદ્યાર્થીઓના એડમિશન મામલે સવાલ પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, સાંસદ ડો. હેમાંગ જોશી સાથે ધારાસભ્યોએ વીસી સાથે ચર્ચા કરી હતી. અને રાજ્ય સરકારમાં રજુઆત કરી હતી. વડોદરાના બાકી રહેલા વિદ્યાર્થીઓને એમ એસ યુનિ.માં એડમિશન મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

Advertisement

બાલકૃષ્ણ શુક્લનું નિવેદન

વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એમ. એસ. યુનિ.માં એડમિશન મળે તે માટે શહેરના શ્રેષ્ઠીઓ રાજમાતા શુભાંગીની રાજે
ગાયકવાડને મળ્યા હતા. મુલાકાતમાં તેમણે સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન મળે તે માટેની કટિબદ્ધતા દર્શાવી હતી. ત્યાર બાદ આજે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને દંડક બાલકૃષ્ણ શુક્લનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે સરકાર અને યુનિ. ની કટિબદ્ધતા અંગે વાત કરી છે.

Advertisement

સાંસદ ડો. હેમાંગ જોશી સાથે ધારાસભ્યોની વીસી સાથે ચર્ચા

શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમની શરૂઆત બાદ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને દંડક બાલકૃષ્ણ શુક્લ મીડિયા સાથેની વાતમાં જણાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને વધારે પ્રાધન્ય આપીને 55 હજાર કરોડથી વધુની માતબર રકમ બજેટમાં મુકી હતી. શિક્ષમ સમિતિની 119 શાળાઓમાં 45 હજારથી વધુ બાળકો જ્યાં ભણે છે ત્યાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ કરવામાં આવ્યો છે. વારસીયા વિસ્તારના કવિ દુલા કાગ શાળા, આખાય વડોદરામાં સૌથી સારી છે, સર્વોત્તમ શાળાને એવોર્ડ મેળવેલ છે. ત્યાં પ્રવેશોત્સવ કરવામાં આવ્યો છે. આ શાળા ગુણોત્સવમાં સારૂ પ્રદર્શન કર્યું છે. એમ એસ યુનિ.ના પ્રવેશન સંદર્ભમાં સાંસદ ડો. હેમાંગ જોશી સાથે ધારાસભ્યોએ વીસી સાથે ચર્ચા કરી હતી. અને રાજ્ય સરકારમાં રજુઆત કરી હતી. વડોદરાના બાકી રહેલા વિદ્યાર્થીઓને એમ એસ યુનિ.માં એડમિશન મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

વખાણ કરવા જતા જીભ લપસી

જો કે, આ તકે દંડક બાળકૃષ્ણ શુક્લના વખાણ કરવા જતા કોર્પોરેટરની જીભ લપસી હતી. ભાજપના કોર્પોરેટર હેમીશાબેન ઠક્કરે કહ્યું કે, તમને થતું હશે કે દંડક એટલે શું, આપણી સ્કુલમાં મોનીટર હોય છે, હું સ્કુલમાં હતી ત્યારે શાળામાં રિવાજ હતો કે, સૌથી મસ્તીખોર, જે કોઇનું ના સાંભળે, પોતાની મનમાની કરે, લેશન કમ્પલીટ ન કરે, અને મસ્તીખોર બાળકને અમારા ટાઇમે તેને મોનીટર બનાવતા હતા. ભાજપના કોર્પોરેટે દંડકના વખાણ કરવા જતા જીભ લપસી ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : રોંગ સાઇડ વાહન વિરૂદ્ધ ડ્રાઇવમાં 68 ચાલકો સામે પોલીસ ફરિયાદ

Tags :
Advertisement

.

×