Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મિત્રના લગ્નમાંથી પરત ફરતા યુવકનું અકસ્માતમાં મોત

VADODARA : વડોદરા (VADODARA) જિલ્લાના સાવલી (SAVLI) તાલુકાના ભાદરવા સાકરદા રોડ ઉપર રાણીયા ગામ પાસે વહેલી સવારે અકસ્માતમાં ભાદરવા ગામના યુવાનનું અકસ્માતમાં કરુણ મોત નિભ્યું હતું. પોલીસે યુવાનનો મૃતદેહ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ અકસ્માતે મોતની...
vadodara   મિત્રના લગ્નમાંથી પરત ફરતા યુવકનું અકસ્માતમાં મોત
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) જિલ્લાના સાવલી (SAVLI) તાલુકાના ભાદરવા સાકરદા રોડ ઉપર રાણીયા ગામ પાસે વહેલી સવારે અકસ્માતમાં ભાદરવા ગામના યુવાનનું અકસ્માતમાં કરુણ મોત નિભ્યું હતું. પોલીસે યુવાનનો મૃતદેહ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ અકસ્માતે મોતની નોંધ કરીને સમગ્ર ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.

પરત ભાદરવા ફરી રહ્યો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર, સાવલી તાલુકાના ભાદરવા ગામમાં રહેતો 19 વર્ષીય મયુરસિંહ મહેન્દ્રસિંહ ભૂમેલા મંજુસર જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મયુરસિંહ વડોદરા નજીક આવેલા શેરખી ગામમાં મોડી સાંજે મિત્રના લગ્નમાં ગયો હતો. અને મિત્રના લગ્નમાં હાજરી આપીને પરત ભાદરવા ફરી રહ્યો હતો. દરમિયાન ભાદરવા અને સાકરદા ગામની વચ્ચે આવેલ રાણીયા ગામ પાસેની ગટરમાં પોતાના બાઈક સાથે પટકાયો હતો જેમાં તેનો સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું

Advertisement

નંબરના આધારે મૃતદેહની ઓળખ

આજે સવારે આ રોડ પરથી પસાર થઈ રહેલા વ્યક્તિએ બનાવવાની જાણ ભાદરવા પોલીસને કરતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને લાશનો કબજો લઈ સ્થળ ઉપરથી મળેલી મોટર સાઇકલના નંબરના આધારે મૃતદેહની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી હતી. દરમિયાન રહસ્યમય અકસ્માતમાં મોતને ભેટેલ યુવાનની ઓળખ ભાદરવા ગામનો મયુરસિંહ ભૂમેલા તરીકે કરવામાં આવી હતી.

Advertisement

અકસ્માતે મોતનો ગુનો નોંધાયો

મોતને ભેટેલ મયુરસિહના પરિજને જણાવ્યું કે, ભત્રીજો શેરખી ગામમાં રહેતા તમે ના મિત્રના લગ્નમાં ગયો હતો. અને વહેલી સવારે પોતાની મોટરસાઇકલ ઉપર ભાદરવા ઘરે આવી રહ્યો હતો. દરમિયાન રાણીયા ગામ પાસે અકસ્માતમાં મોતને ભેટ્યો છે. ભાદરવા ગામ સહિત આસપાસના ગામોમાં ગમઞીની ફેલાવી દેનારા આ બનાવ અંગે ભાદરવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- VADODARA : ફેસબુક પરથી શરૂ થયેલા પ્રેમ પ્રકરણે તો ભારે કરી !

Tags :
Advertisement

.

×