Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સ્માર્ટ વિજ મીટરનો વિરોધ યથાવત, મોરચો ફતેગંજ કચેરી પહોંચ્યો

VADODARA : વડોદરામાં સ્માર્ટ વિજ મીટર (SMART ELECTRICITY METER - VADODARA CONTROVERSY) નો વિરોધ સતત ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યો છે. આજે લોકોનો મોરચો મોટી સંખ્યામાં ફતેગંજ વિજ કચેરીઓ પહોંચ્યો હતો. અને સ્માર્ટ મીટર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો...
vadodara   સ્માર્ટ વિજ મીટરનો વિરોધ યથાવત  મોરચો ફતેગંજ કચેરી પહોંચ્યો
Advertisement

VADODARA : વડોદરામાં સ્માર્ટ વિજ મીટર (SMART ELECTRICITY METER - VADODARA CONTROVERSY) નો વિરોધ સતત ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યો છે. આજે લોકોનો મોરચો મોટી સંખ્યામાં ફતેગંજ વિજ કચેરીઓ પહોંચ્યો હતો. અને સ્માર્ટ મીટર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો આવી જતા પોલીસ બોલાવવી પડી હતી. એક પછી એક રોજ નવા વિસ્તારમાં સ્માર્ટ વિજ મીટરનો કકળાટ સામે આવી રહ્યો છે, હવે આ મામલે આગળ શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.

મસમોટા લાઇટબિલ આવી રહ્યા છે.

વડોદરામાં વિજ કંપની દ્વારા મુકવામાં આવેલા સ્માર્ટ વિજ મીટર હવે લોકો અને વિજ કર્મચારીઓ માટે માથાનો દુખાવો બન્યો છે. લોકોએ ક્યારે ન જોયેલા મસમોટા લાઇટબિલ આવી રહ્યા છે. જેના વિરોધમાં છેલ્લા ત્રણ દિવસથી શહેરની એક કચેરીમાં લોકોનો મોરચો પહોંચી રહ્યો છે. સામે વિજ કંપનીના સત્તાધીશો દ્વારા લોકોને કોઇ રાહત આપવામાં આવી રહી નથી. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌની નજર રહેશે.

Advertisement

ગરીબ માણસ મરી જશે

સ્થાનિક મનમોહનભાઇ જણાવે છે કે, વડોદરા સ્માર્ટ સિટી થઇ રહ્યું છે તેની ખુશી છે. મારા ઘરે બે મહિનાનું રૂ. 300 નું બીલ આવતું હતું. તે લોકો મને કહે છે કે, તમે રીચાર્જ કરી દો છે. હું રૂ. 2 હજારનું રીચાર્જ કરી દઉં. પછી મને આ લોકો શું ખાતરી આપે છે કે, મારૂ બીલ અગાઉની જેમ જ આવશે. મારાતો 5 ઘણા પૈસા 10 દિવસમાં ઝીરો કરી દે તો મારે ફરી ભરવું પડશે. લોકોને સમજાવો, અમને મીટરમાં ભરવા તૈયાર નથી, ઉંમરલાયક લોકોને કંઇ થઇ જશે તો જવાબદારી કોણ લેશે, મારી વડાપ્રધાનને રજૂઆત છે કે, આવા નિયમો ના કાઢો, ગરીબ માણસ મરી જશે. ગરીબ માણસોએ જ તમને વોટ આપ્યા છે, અને ઉપર મોકલ્યા છે. અહિંયા કોઇ ભાજપનો નેતા આવતા નથી. આ લોકો કહે છે કે, અમારૂ સોલાર મીટર છે. પણ તે કેવી રીતે ચાલે તે કોઇ જણાવતું નથી. તેમની ઓફિસમાં સ્માર્ટ મીટર નથી, અમારી પાસે પૈસા ભરાવવાનું કહે છે. અધિકારીઓએ તો હાથ ઉંચા કરી દીધા.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : VMC ચેરમેનના ડ્રાઇવરને BJP કોર્પોરેટરે લાફો માર્યો, કહ્યું “તેની ભાષામાં જવાબ આપ્યો”

Tags :
Advertisement

.

×