Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અગ્રણી અંજુમાસી ઢોલ-નગારાના તાલે મતદાન કરવા પહોંચ્યા

VADODARA : વડોદરાના વ્યંઢળ સમાજના અગ્રણી અંજુમાસી આજે સવારે ઢોલ નગારાના તાલે મતદાન કરવા પહોંચ્યા છે. તેમણે હર્ષ ભેર વોટ આપ્યો છે. અને અન્યને પણ મતદાન કરવા માટે આપીલ કરી છે. અંજુમાસી દ્વારા અગાઉ જંગી મતદાન કરવા માટે અપીલ કરવામાં...
vadodara   અગ્રણી અંજુમાસી ઢોલ નગારાના તાલે મતદાન કરવા પહોંચ્યા
Advertisement

VADODARA : વડોદરાના વ્યંઢળ સમાજના અગ્રણી અંજુમાસી આજે સવારે ઢોલ નગારાના તાલે મતદાન કરવા પહોંચ્યા છે. તેમણે હર્ષ ભેર વોટ આપ્યો છે. અને અન્યને પણ મતદાન કરવા માટે આપીલ કરી છે. અંજુમાસી દ્વારા અગાઉ જંગી મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આજે સવારથી જ મતદાન મથકો બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા તેઓ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

ઢોલ નગારાના તાલે મતદાન

વડોદરામાં આજે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પર્વને લઇને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ મતદાન મથકો બહાર લાંબી કતારો લગાવીને લોકો મતદાન કરવા પહોંચ્યા છે. રેકોર્ડ બ્રેક મતદાન કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલા તમામ પ્રયાસો આજે ફળી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તેવામાં વડોદરાના બરહાનપુરા વ્યંઢળ સમાજના અગ્રણી અંજુમાસી ઢોલ નગારાના તાલે મતદાન કરવા પહોંચ્યા છે. સાથે જ તેઓ ગરબે પણ ઘૂમ્યા હતા.

Advertisement

વોટીંગ કરવું જરૂરી

વડોદરાના વ્યંઢળ સમાજના અગ્રણી આંજુમાસીએ જણાવ્યું કે, આજે લોકશાહીનો પર્વ છે. અમે હરખભેર, વટભેર, રંગેચંગે વોટીંગ કર્યું છે. આપણે દેશના નાગરીકો છીએ. આપણે દેશને આગળ લાવવાનો છે, આપણા દેશની પ્રગતિ કરવાની છે, આપણે શહેરની પ્રગતિ કરવાની છે. હજારો કામ પડતા મુકીને, નોકરી પર રજા મુકીને વોટીંગ કરવું જરૂરી છે. આપણા દેશને આગળ લાવીએ તેવી મારી વિનંતી છે.

Advertisement

વટથી, અને હકથી વોટીંગ કરો

તેમણે વધુમાં જણાવ્યું કે, મતદાતાઓને અપીલ છે કે, તમે વટથી, અને હકથી વોટીંગ કરો, હુંં વોટ કરીને ખુબ સરસ લાગણી અનુભવું છું. આજે મતદાન મથકો પર કતારો જોઇને ખુબ હર્ષ-લાગણી અનુભવું છું.

આ પણ વાંચો -- VADODARA : કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પોતાને મત ન આપી શક્યા

Tags :
Advertisement

.

×