Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રોંગ સાઇડ વાહન વિરૂદ્ધ ડ્રાઇવમાં 68 ચાલકો સામે પોલીસ ફરિયાદ

VADODARA : વડોદરા ટ્રાફીક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા રોંગ સાઇડ વાહનો (DRIVE AGAINST WRONG SIDE VEHICLE) વિરૂદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ઝુંબેશના ચોથા દિવસે 68 રોંગ સાઇડ આવતા વાહન ચાલકો વિરૂદ્ધ આઇપીસી - 297 અને એમ વી...
vadodara   રોંગ સાઇડ વાહન વિરૂદ્ધ ડ્રાઇવમાં 68 ચાલકો સામે પોલીસ ફરિયાદ
Advertisement

VADODARA : વડોદરા ટ્રાફીક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા રોંગ સાઇડ વાહનો (DRIVE AGAINST WRONG SIDE VEHICLE) વિરૂદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ઝુંબેશના ચોથા દિવસે 68 રોંગ સાઇડ આવતા વાહન ચાલકો વિરૂદ્ધ આઇપીસી - 297 અને એમ વી એક્ટ 184 વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ટ્રાફીક પોલીસ દ્વારા ઝુંબેશના શરૂઆતના બે દિવસોમાં સમજાવટથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો. જે બાદ ત્રીજા દિવસથી ફરિયાદ નોંધવામાં આવતા હવે રોંગ સાઇડ આવતા ચાલકો નહી સુધરે તો ફરિયાદ નોંધાશે, તે વાત નક્કી છે.

ઝુંબેશ 28, જુન સુધી ચાલશે

શહેરમાં સારા રોડ-રસ્તાની સુવિધાઓ સાથે રોંગ સાઇડ વાહનનું દુષણ પણ જોવા મળી રહ્યું છે. રોંગ સાઇડ આવતા વાહનો કેટલાક કિસ્સાઓમાં સાચી દિશામાં જતા વાહનો માટે જોખમ ઉભુ કરતા હોય છે. ત્યારે વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા રોંગ સાઇડ આવતા વાહનો વિરૂદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઝુંબેશના ત્રીજા દિવસે પોલીસે આકરી કાર્યવાહી કરતા પોલીસ ફરિયાદ દાખલ કરવાનું શરૂ કર્યું હતું. જેને લઇને રોંગ સાઇડ વાહન ચલાવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઝુંબેશ 28, જુન સુધી ચાલનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

102 વાહન ચાલકોનું કાઉન્સિલીંગ

ઝુંબેશના ત્રીજા દિવસે પોલીસ દ્વારા આજવા બ્રિજ છેડે, એપીએમસી માર્કેટ, બ્રાઇટ સ્કુલ, અમિત નગર, કપુરાઇ બ્રિજ, કારેલીબાગ પાણીની ટાંકી, દેણા બ્રિજ, માંડવી સર્કલ, સુપર બેકરી ત્રણ રસ્તા, માણેકપાર્ક સર્કલ, માણેજા ક્રોસીંગ, ગેંડા સર્કલ, પોલીસ ભવન બહાર, ગુજરાત કિડની હોસ્પિટલ તથા વી માર્ટ કટ પર વિવિધ ટીમોને તૈનાત કરી હતી. જેમાં ઝુંબેશની શરૂઆતથી અત્યાર સુધીની કાર્યવાહીમાં રોંગ સાઇડ આવતા 23 વાહન ચાલકો પાસેથી બાકીના ઇ ચલણના નાણાં ભરાવવામાં આવ્યા છે. લોકો પોતાની સુરક્ષાનું ધ્યાન રાખે તે માટે 102 વાહન ચાલકોનું કાઉન્સિલીંગ કરવામાં આવ્યું છે. 341 વાહન ચાલકો વિરૂદ્ધ અલગ અલગ હેડ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અને 68 વાહન ચાલકો વિરૂદ્ધ આઇપીસી - 279 તેમજ એમ.વી. એક્ટ - 184 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

પોલીસની કામગીરીની સરાહના

આમ, ડ્રાઇવના ચોથા દિવસે વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા કડકાઇ દાખવતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને લઇને પોતાની સગવડ અનુસાર રોંગ સાઇડ વાહન હાંકતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ લોકો ટ્રાફીક પોલીસની કામગીરીની સરાહના કરી રહ્યા છે. અને આ ડ્રાઇવ લાંબો સમય ચાલે તેવી માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો -- ખોરાકમાંથી ગરોળી-વંદા નીકળતા Allen Institute ની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો ભારે હોબાળો!

Tags :
Advertisement

.

×