Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રોંગ સાઇડ જતા વાહનો વિરૂદ્ધ વિશેષ ડ્રાઇવથી ફફડાટ

VADODARA : વડોદરા ટ્રાફીક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા રોંગ સાઇડ (WRONG SIDE VEHICLE) આવતા વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. પ્રથમ દગિવસે શહેરના 13 અલગ અલગ સ્થળોએ આ ડ્રાઇવ હાથ...
vadodara   રોંગ સાઇડ જતા વાહનો વિરૂદ્ધ વિશેષ ડ્રાઇવથી ફફડાટ
Advertisement

VADODARA : વડોદરા ટ્રાફીક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા રોંગ સાઇડ (WRONG SIDE VEHICLE) આવતા વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. પ્રથમ દગિવસે શહેરના 13 અલગ અલગ સ્થળોએ આ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં 5 વાહન ચાલકો પાસેથી ઇ ચલણના બાકી નાણાં ભરાવવામાં આવ્યા છે. તો કાઉન્સિલીંગ કરવાની સાથે 146 વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેને લઇને રોંગ સાઇડ વાહન હાંકતા લોકોએ હવે સુધરવું જ પડશે.

ડ્રાઇવ 28, જુન સુધી હાથ ધરાશે

શહેરમાં રોડ-રસ્તાની સુવિધાઓ સારી થતા હવે લાંબુ-ટૂંકુ અંતર કાપવા માટે રોંગ સાઇડ વાહન ચાલકો માથાનો દુખાવો બની રહ્યા છે. એટલું જ નહી તેઓ સાચી દિશામાં આવતા વાહન ચાલકો જોડે અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતી પણ સર્જી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં રોંગ સાઇડ આવતા વાહનના કારણે અકસ્માતમાં મૃત્યુ થયાના કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. તેવામાં વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા રોંગ સાઇડ આવતા વાહન ચાલકો વિરૂદ્ધ વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવ 28, જુન સુધી હાથ ધરવામાં આવનાર છે.

Advertisement

146 વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી

આ ડ્રાઇવના પહેલા દિવસે શહેરના કોટાલીગામ કટ, એપીએમસી માર્કેટ, બ્રાઇટ સ્કુલ - અમિત નગર, કપુરાઇ બ્રિજ, એલ એન્ડ ટી સર્કલ, માણેક પાર્ક સર્કલ, જામ્બુઆ બ્રિજ, ફતેગંજ સર્કલ, ગેંડા સર્કલ, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા, રાજવી ટાવર, ખીસકોલી સર્કલ, તેમજ વી માર્ટ કટ - અલકાપુરી પાસે વિવિધ ટીમો દ્વારા ચેકીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન રોંગ સાઇડ આવતા 5 વાહન ચાલકો પાસે ઇ ચલણના બાકી નાણાં ભરાવવામાં આવ્યા છે. તેમજ કાઉન્સિલિંગ કરવાની સાથે 146 વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા ટ્રાફીક પોલીસની ડ્રાઇવના કારણે ચોતરફથી લોકોમાં પ્રશંસા થઇ રહી છે. અને આ પ્રકારની ડ્રાઇવ વધુ લાંબો સમય ચાલે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે રેલીંગ તોડી કારનું “શીર્ષાસન”

Tags :
Advertisement

.

×