VADODARA : મળસ્કે ચાર વાગ્યે પત્નીએ કહ્યું, "દિકરી તેની પથારીમાં નથી"
VADODARA : વડોદરા પાસે વડું પોલીસ મથક (VADU POLICE STATION) ની હદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગરમી સમયે પરિવાર ધાબે ઉંઘવા ગયું હતું. તેવામાં મળસ્કે પત્નીએ પતીને જગાડીને કહ્યું કે, દિકરી તેની પથારીમાં સુતી નથી. જે બાદ પતિ સફાળા જાગ્યા હતા. અને સગીર દિકરીની શોધખોળ હાથ ધરી હતી. સ્વજનો, પરિચીતો, ગ્રામજનો તમામને ત્યાં તપાસ કર્યા બાદ પણ કોઇ સફળતા નહિ મળતા આખરે વડું પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સગીર દિકરીની તપાસ હાથ ધરી
વડુ પોલીસ મથકમાં રમેશભાઇ (નામ બદલ્યું છે) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના ચાર સંતાન છે. મહિનાના ત્રીજા સપ્તાહમાં સાંજે 9 વાગ્યે તમામ જમી પરવારીને ઘરના ધાબે સુવા ગયા હતા. નજીકમાં ધાર્મિક કાર્યક્રમ ચાલતો હોવાથી મોડી રાત સુધી ઉંઘ આવી ન્હતી. બાદમાં માંડ આંખ મિંચાઇ હતી. સવારે મળસ્કે અંદાજીત ચાર વાગ્યાના આસરામાં પત્નીએ તેમને જગાડીને કહ્યું કે, દિકરી તેની પથારીમાં સુતી નથી. બાદમાં તેમણે નીચે ઉતરીને સગીર દિકરીની તપાસ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન્હતો. બાદમાં તેઓએ નજીકમાં રહેતા પરિજનના ઘરે જઇને તપાસ કરી હતી. જેમાં પણ કોઇ સફળતા મળી શકી ન્હતી.
કોઇ પત્તો લાગ્યો ન્હતો
બાદમાં આસપાસમાં તેની તપાસ કરતા પરિણામ શુન્ય આવ્યું હતું. દરમિયાન ગામમાં તપાસ કરતા તેમને જાણવા મળ્યું કે, ગામનો એક યુવક પણ રાત્રીના સમયે ક્યાંક જતો રહ્યો છે. જેથી તેમણે બંનેની શોધખોળ કરવાના પ્રયાસો કર્યા, પરંતુ આજદિન સુધી કોઇ પત્તો લાગ્યો ન્હતો. જે તે સમયે સમાજમાં આબરૂ ન જાય તે માટે ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. આખરે વડું પોલીસ મથકમાં સગીર દિકરીને પટાવી, ફોસલાવીને ભગાડી જનાર શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : BCA ના આયોજન પર અંતિમ ઘડીએ પાણી ફરી વળ્યુ