Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સુપમાંથી ગરોળી નિકળતા ગ્રાહકને ધ્રાસ્કો પડ્યો

VADODARA : વડોદરા (VADODARA) ના તરસાલી વિસ્તારમાં આવેલી રેસ્ટોરેન્ટમાં ગ્રાહકે ઓર્ડર કરેલા સુપમાંથી મૃત ગરોળી નું બચ્ચુ નિકળતા ગ્રાહકનો ધ્રાસ્કો પડ્યો હતો. અને રેસ્ટોરેન્ટમાં હોબાળો મચાવ્યો હતો. આખરે રકઝક બાદ ગ્રાકહે રેસ્ટોરેન્ટ છોડી દીધું હતું. હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો...
vadodara   સુપમાંથી ગરોળી નિકળતા ગ્રાહકને ધ્રાસ્કો પડ્યો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના તરસાલી વિસ્તારમાં આવેલી રેસ્ટોરેન્ટમાં ગ્રાહકે ઓર્ડર કરેલા સુપમાંથી મૃત ગરોળી નું બચ્ચુ નિકળતા ગ્રાહકનો ધ્રાસ્કો પડ્યો હતો. અને રેસ્ટોરેન્ટમાં હોબાળો મચાવ્યો હતો. આખરે રકઝક બાદ ગ્રાકહે રેસ્ટોરેન્ટ છોડી દીધું હતું. હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ વિડીયો તરસાલીના સર્વોત્તમ હોટલનો હોવાનો અંદાજ છે.

કમાવવાના ઉદ્દેશ્યથી ચાલતી રેસ્ટોરેન્ટ

આજકાલ બહાર ખાણી-પીણીનું ચલણ વધ્યું છે. પહેલા કોઇ ખાસ દિવસે જ બહાર જતા હતા, હવે તો કેટલાય દિવસથી બહાર જમવા નથી ગયા તેવા બહાને પણ લોકો ગમતી રેસ્ટોરેન્ટ-હોટલમાં પહોંચી જાય છે. તો બીજી તરફ માત્ર કમાવવાના ઉદ્દેશ્યથી ચાલતી રેસ્ટોરેન્ટ્સના સંચાલકો દ્વારા ગ્રાહકોને પીરસવામાં આવતા જમવાની ગુણવત્તા જળવાતી ન હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. આવું જ તાજેતરમાં વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી રેસ્ટોરેન્ટમાં સામે આવ્યું હતું.

Advertisement

સુપમાં કંઇ વિચીત્ર દેખાયું

તાજેતરમાં તરસાલી વિસ્તારમાં આવેલી હોટલ સર્વોત્તમમાં ગ્રાકહે સુપ ઓર્ડર કર્યો હતો. સુપ આવ્યા બાદ ગ્રાહકે તેવો સ્વાદ માણવાનું શરૂ કર્યું હતું. તેવામાં થોડીક ચમચી સુપ આરોગી લીધા બાદ ધ્યાને આવ્યું કે, સુપમાં કંઇ વિચીત્ર દેખાઇ રહ્યું છે. તેને ડિશમાં કાઢીને જોતા ગ્રાહકને ધ્રાસ્કો પડ્યો હતો. કારણકે ગ્રાહક જે સુપ ચુસ્કીઓ લઇને પી રહ્યો હતો, તેમાંથી ગરોળીનું મૃત બચ્ચુ નિકળ્યું હતું. જેને લઇને ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો. રેસ્ટોરેન્ટના મેનેજર સહિતના લોકો દોડી આવ્યા હતા. અને કોઇક રીતે બચાવ કરીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે, બાદમાં ગ્રાહકે રેસ્ટોરેન્ટ છોડી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

તંત્ર હરકતમાં આવ્યું

સુત્રોના જણાવ્યા અનુસાર, પાલિકાના ખોરાક શાખાની ટીમ સુધી આ વાયરલ વિડીયો પહોંચવા પામ્યો છે. જે બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અને આ રેસ્ટોરેન્ટમાં તપાસ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- હિંમતનગરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત, મહિલા શિક્ષિકાને લીધા હડફેટે, Video

Tags :
Advertisement

.

×