Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : VMC ચેરમેનના ડ્રાઇવરને BJP કોર્પોરેટરે લાફો માર્યો, કહ્યું "તેની ભાષામાં જવાબ આપ્યો"

VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VMC - VADODARA) ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીના ડ્રાઇવરને કોર્પોરેટર આશિષ જોશીએ પાલિકાની કચેરી બહાર લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ શિતલ મિસ્ત્રીને થતા જ ડ્રાઇવરને કાઢી મુકવામાં આવ્યો...
vadodara   vmc ચેરમેનના ડ્રાઇવરને bjp કોર્પોરેટરે લાફો માર્યો  કહ્યું  તેની ભાષામાં જવાબ આપ્યો
Advertisement

VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VMC - VADODARA) ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીના ડ્રાઇવરને કોર્પોરેટર આશિષ જોશીએ પાલિકાની કચેરી બહાર લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ શિતલ મિસ્ત્રીને થતા જ ડ્રાઇવરને કાઢી મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ કહ્યું કે, મેં તેને તેની ભાષામાં જવાબ આપ્યો છે. આવી ભુલ ફરી ન કરે એટલે મેં તેને લાફો જ માર્યો છે, ફરીથી ભુલ કરશે તો ફરીથી લાફો મારીશ. આમ, પાલિકાની કચેરીમાં આજે બપોર બાદ થપ્પડની ગુંજ ચર્ચામાં રહી હતી.

તમે ઘરે જતા રહો, તમારી નથી જરૂર

સમગ્ર મામલે પાલિકાના ચેરમેનની કારના ડ્રાઇવર રણછોડ ભરવાડે કહ્યું કે, અમારા ઘર સામે તળાવ છે, ત્યાં કચરો પુષ્કળ ભરાય છે, ચોમાસામાં કચરો મારા ઘર સુધી આવી જાય છે. તળાવની પાસે મેદાન છે, ત્યાં પણ પુષ્કળ કચરો છે. તે કચરો અમારા સામે આવે છે. હું રજૂઆત કરવા ગયો હતો. તેમણે મને ગાળો આપીને થપ્પડ મારી દીધી. અને કહ્યું કે, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર, બધાય પોલીસવાળા અમારા જ છે. ચરબી અને ચાળા કરીશ તો હું તને 15 વર્ષ જેલમાં નખાવી દઇશ. હું શિતલ મિસ્ત્રીની ગાડી ચલાવું છું. તેમણે મને કહ્યું કે, તમે ઘરે જતા રહો, તમારી નથી જરૂર.

Advertisement

BJP CORPORATOR : ASHISH JOSHI

BJP CORPORATOR : ASHISH JOSHI

Advertisement

ફરીથી ભુલ કરશે તો ફરીથી લાફો મારીશ

ભાજપના કોર્પોરેટર આશિષ જોશી જણાવે છે કે, ચેરમેનના ડ્રાઇવર તરીકે જ્યારે તમે ફરજ બજાવતા હોવ ત્યારે જવાબદાર વ્યક્તિ તરીકે તમામ કાઉન્સિલરોનું સન્માન કરવાની ફરજ છે. જ્યારે ઓળખતા ના હોવ, કોઇના વિષે જાણતા ન હોવ, કોઇને મળ્યા ન હોઉ ત્યારે કાઉન્સિલર પર આરોપ મુકો, કે તમે વોર્ડ - 15 માં તળાવો વેચી ખાઇ ગયા. સાથે ઉભેલા પક્ષના દંડક શૈલેષ પાટીલ અને અન્ય અગ્રણીઓ ઉભા હોય ત્યારે મેં તેની ભાષામાં સજા આપી છે. તેની જવાબદારી છે, તેનું કામ ડ્રાઇવરનું છે, જ્યારે હું તેને ઓળખતો જ ના હોઉં અને ત્રાહિત વ્યક્તિ આ રીતે આરોપ મુકે, ત્યારે મેં તેને તેની ભાષામાં જવાબ આપ્યો છે. આવી ભુલ ફરી ન કરે એટલે મેં તેને લાફો જ માર્યો છે, ફરીથી ભુલ કરશે તો ફરીથી લાફો મારીશ.

આ જ વ્યવહાર કરવામાં આવશે

વધુમાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશી જણાવે છે કે, તે રજૂઆત લઇને આવ્યો ન્હતો. સન્માન સૌથી મોટી વસ્તુ છે. મારા પક્ષના સાથી ઉભા હોય, તે ખોટું બોલતો હોય, કોઇની પર આરોપ મુકવો એ વ્યાજબી નથી. કદાચ તેમને લાગતું હોય તો ફરિયાદ કરી શકો છો. ફરીથી બોલશે તો ફરીથી આ જ વ્યવહાર કરવામાં આવશે. તે કોઇના ચઢાવવાથી આમ કરતા હોય, તો મારે જવાબ આપવો જરૂરી જણાય છે. ચેરમેન દ્વારા તેને આજથી છુટો કરી દેવામાં આવ્યો છે.

આશિષભાઇએ ચાર પાંચ વખત સમજાવ્યો

દંડક શૈલેષ પાટીલ જણાવે છે કે, અમે લોકો ઉભા હતા. આશિષભાઇ આવ્યા અને ઉભા હતા. પાછળથી આ ભાઇ આવ્યા અને કહ્યું કે, તમે વોર્ડ - 15 નંબરના તળાવ વેચી માર્યા છે.આ વેચી માર્યું, અને પેલુ વેચી માર્યું. આશિષભાઇએ કહ્યું કે, હું તને ઓળખતો નથી. મેં પણ તેને સમજાવ્યો કે, આ રીતે કહેવાનો તને કોઇ હક નથી. તારી પાસે કોઇ પુરાવા હોય તો લઇને આવજે. આશિષભાઇએ ચાર પાંચ વખત સમજાવ્યો, તેમણે કહ્યું, ભાઇ બે હાથ જોડું તું જતો રહે. તે બાદ ચેરમેનને બોલાવ્યા, તેમણે પણ કહ્યું કે તુ જતો રહે. તમામે સમજાવ્યા પછી પણ તે ન ગયો. તેના વોર્ડની કોઇ રજુઆત છે તો કાઉન્સિલરને જણાવે, કાઉન્સિલર વડોદરાવાસીઓના પ્રશ્નો ઉકેલવા માટે તૈયાર જ છે. મેયર પિંકીબેન સોની જણાવે છે કે, મને આ અંગે કોઇ જાણ નથી. મીડિયાના માધ્યમથી મને જાણ થઇ છે. અહિંયા આવ્યા બાદ જાણ થઇ છે. વિષય શું છે તે જાણી લઉં પછી કંઇ કહી શકું.

આ પણ વાંચો -- VADODARA : “જીવતો રહેવા દેવો જ નથી”, પત્નીના પ્રેમીનો હુમલો

Tags :
Advertisement

.

×