Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શહેરના 11 ટ્રાફિક જંક્શનોનો ઝીણવટભર્યો અભ્યાસ હાથ ધરાશે

VADODARA : વડોદરા (VADODARA) ના વિવિધ જંકશન પર ટ્રાફિક તથા બે જંકશન વચ્ચેના મિડબ્લોક (MID BLOCK) સર્વે માટે ટેકનિકલ સલાહકાર તરીકે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી પાસે વિવિધ જંક્શનોની સાઈઝ મુજબના ટ્રાફિક સર્વિસ સ્ટડી તથા એનાલિસિસ માટેની કાર્યવાહી...
vadodara   શહેરના 11 ટ્રાફિક જંક્શનોનો ઝીણવટભર્યો અભ્યાસ હાથ ધરાશે
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના વિવિધ જંકશન પર ટ્રાફિક તથા બે જંકશન વચ્ચેના મિડબ્લોક (MID BLOCK) સર્વે માટે ટેકનિકલ સલાહકાર તરીકે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી પાસે વિવિધ જંક્શનોની સાઈઝ મુજબના ટ્રાફિક સર્વિસ સ્ટડી તથા એનાલિસિસ માટેની કાર્યવાહી કરાવવામાં આવશે. જે અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ હતી. તેને વધારાના કામમાં મંજૂરી આપવામાં આવી હતી.

ટેકનિકલ એક્સપર્ટાઇઝ ધરાવતી સંસ્થા કામ કરશે

વડોદરા શહેર વિસ્તારમાં મુખ્ય રસ્તા ઉપર હયાત વિવિધ જંકશન ઉપર ટ્રાફિકની સમસ્યા અંગે વારંવાર રજૂઆતો થતી રહે છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી તરફથી અકસ્માતો ઘટાડવા સંદર્ભે વિવિધ સૂચનો અવાર નવાર આવ્યા છે. ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી ટ્રાફિકના વિવિધ પ્રશ્નો સંબંધે દર મહિને સેફટી મીટીંગોમાં જરૂરી કામગીરી કરવાના સૂચનો થાય છે. કોર્પોરેશન તરફથી સૂચનો પૈકી જરૂરી કામગીરી માટે વિવિધ સાઈઝના રોડ જંકશન તથા બે ટ્રાફિક જંકશનનો વચ્ચેના મિડ બ્લોકના ટ્રાફિક પ્રશ્નોના ઉકેલ માટે પ્રથમ જંકશનનો મીડ બ્લોકના ટ્રાફિક સ્ટડી અને એનાલિસિસ માટે ટેકનિકલ એક્સપર્ટાઇઝ ધરાવતી સંસ્થા પાસેથી કરાવવાની જરૂરિયાત છે અને તેઓના સૂચન અને અભિપ્રાય મુજબ ટ્રાફિક જંકશન સુધારણા, બ્રિજ બનાવવા કે અન્ય ટ્રાફિક એન્જિનિયરિંગના સોલ્યુશન માટેની કામગીરી હાથ ધરવી જરૂરી છે.

Advertisement

રૂ. 25 લાખનો ખર્ચનો અંદાજ

ટ્રાફિક સ્ટડી અને સર્વે તથા એનાલિસિસ માટે કામગીરી કરતી સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી દ્વારા કરાવવામાં આવે તે જરૂરી છે. મીડબ્લોકના સર્વે પાછળ અંદાજે રૂ. 25 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે.

Advertisement

11 જંકશનનો ટ્રાફિક અને મીડબ્લોક સર્વે થશે

શહેરમાં જે વિસ્તારોમાં હાલમાં ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાય છે તેવા મુખ્ય ચાર રસ્તા જંકશન પર અને મીડ બ્લોકનો સર્વે કરવાની જરૂરિયાત છે. તેને ધ્યાનમાં રાખી 11 સ્પોર્ટ નક્કી કર્યા છે. તે પ્રમાણે આગામી બે વર્ષના સમય દરમિયાનમાં સર્વે પૂર્ણ કરવામાં આવશે. જે નીચે મુજબ છે. (૧) ગેંડા સર્કલથી પંડ્યા બ્રિજ સુધી જંકશનનો સહનો મીડ બ્લોક સર્વે, (૨) યોગાસર્કલ, (૩) એરપોર્ટ જંકશન, (૪) ગોત્રી યશ કોમ્પલેક્ષ, (૫) સોમા તળાવ ડભોઈ રોડ, (૬) મહારાણી શાંતાદેવી, (૭) અલકાપુરી ગરનાળાથી ડેરી ડેન, (૮) માણેજાથી મકરપુરા, (૯) હરણી ગામ જંકશન, (૧૦) તરસાલી શાકમાર્કેટ, (૧૧) બાપુની દરગાહ પાસે પાંચ રસ્તા જંકશનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો --VADODARA : પાકિસ્તાનની ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતા બે દબોચી લેવાયા

Tags :
Advertisement

.

×