Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : આશ્ચર્ય સર્જતા રોડ સાઇડ કરેલા લાઇનસર ઢગલા

VADODARA : હાલ ઉનાળો (SUMMER) શરૂ થઇ ગયો છે, બપોરે (AFTERNOON) ઘરની બહાર નિકળવું હોય તો ગરમીથી બચાવના ઉપાયો સાથે નિકળવું પડે નહિ તો લૂ લાગી શકે છે. તેવા સમયે પાલિકા (VMC) દ્વારા ચોમાસાની ચિંતા કરતા અગમચેતીના ભાગરૂપે કામગીગી શરૂ...
vadodara   આશ્ચર્ય સર્જતા રોડ સાઇડ કરેલા લાઇનસર ઢગલા
Advertisement

VADODARA : હાલ ઉનાળો (SUMMER) શરૂ થઇ ગયો છે, બપોરે (AFTERNOON) ઘરની બહાર નિકળવું હોય તો ગરમીથી બચાવના ઉપાયો સાથે નિકળવું પડે નહિ તો લૂ લાગી શકે છે. તેવા સમયે પાલિકા (VMC) દ્વારા ચોમાસાની ચિંતા કરતા અગમચેતીના ભાગરૂપે કામગીગી શરૂ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાલિકા દ્વારા પ્રિ મોન્સુન (PRE - MONSOON) કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત કેચપીટ અને મેન હોલ સાફ કરવામાં આવી રહ્યા છે. અને તેમાંથી કાઢવામાં આવેલો કચરાનો જથ્થો રોડ સાઇડ ઢગલા કરીને મુકવામાં આવે છે. બાદમાં એક સાથે તેનો નિકાલ કરવામાં આવનાર છે.

વરસાદી પાણીનો જલ્દી નિકાલ

વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત દર વર્ષની જેમ શહેરના વિવિધ વિસ્તારોના કેચપીટ અને મેન હોલની સાફસફાઇ કરવામાં આવી રહી છે. એક અંદાજા અનુસાર શહેરમાં 40 હજારથી વધુ મેનહોલ અને 33 હજાર જેટલી કેટપીટ આવેલી છે. ચોમાસામાં વરસાદી પાણીનો જલ્દી નિકાલ થાય તેને ધ્યાને રાખીને હાલ પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત પાલિકાની ટીમો કામે લાગી છે. મેનહોલ અને કેચપીટમાં જામી ગયેલો ભીનો કચરો હાલ રોડ સાઇડ પર ઢગલા સ્વરૂપે મુકીને રાખવામાં આવ્યા છે.

Advertisement

સુકાઇ જાય તે બાદ તેનો નિકાલ કરવામાં આવે

સુત્રો જણાવી રહ્યા છે કે, આ ભીના કચરાના ઢગલાનો તુરંત નિકાલ કરવાનો પ્રયાસ થાય તો રસ્તા પર ગંદકી ફેલાવવાની શક્યતા છે. જેથી મોટાભાગે આ ઢગલો સુકાઇ જાય તે બાદ તેનો નિકાલ કરવામાં આવે છે. તો બીજી તરફ પાલિકાની આ કામગીરી સામે આરોપ છે કે, સમયસર આ ઢગલાનો નિકાલ કરવામાં નહિ આવતા બહારનો કચરો ફરી અંદર જાચ છે. તેથી આ કામગીરી કર્યા બાદ ચોક્કસ સફળતા મળતી નથી. લોકોમાં આશ્ચર્ય સર્જનાર ઢગલા પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીનો ભાગ છે. હવે આ કામગીરી કરવાથી કેટલો ફાયદો થયો તો જોવા માટે ચોમાસાની વાટ જોવી પડશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ભાજપના ઉમેદવારે મુહૂર્ત સાચવવા બાઇક સવારી કરી

Tags :
Advertisement

.

×