Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વની ચર્ચા

VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) માં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની બેઠક મળી હતી. બે બેઠકમાં શહેરને લગતા અનેક પ્રશ્નોની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. સાથે જ અગાઉના પેન્ડીંગ કામોને બહાલી આપવામાં આવી હતી. સાથે જ સભ્યો દ્વારા કરવામાં...
vadodara   સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વની ચર્ચા
Advertisement

VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) માં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની બેઠક મળી હતી. બે બેઠકમાં શહેરને લગતા અનેક પ્રશ્નોની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. સાથે જ અગાઉના પેન્ડીંગ કામોને બહાલી આપવામાં આવી હતી. સાથે જ સભ્યો દ્વારા કરવામાં આવેલા સુચન પર ત્વરિત કામ કરવામાં આવનાર હોવાનુે ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.

મંજૂરીનો મુદ્દે મુકવામાં આવ્યો

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી જણાવે છે કે, સ્થાયી સમિતીની બે બેઠક રાખવામાં આવી હતી. જેમાં પ્રથમ દરખાસ્તમાં પોસ્ટ ઓડિટ રીપોર્ટ મુકવામાં આવ્યો હતો. જેને ધ્યાને લઇને મંજૂર કરવામાં આવી છે. બીજી દરખાસ્તમાં, 2 – 4 જુલાઇ, 2024 સુધી સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજીક બાબતોને વિભાગ દ્વારા સસ્ટેઇનેબલ ડેવલોપમેન્ટ્સ ગોલ અંતર્ગત મેયર ફોરમનું જાકાર્તા, ઇન્ડોનેશિયા ખાતે કરવામાં આવ્યું છે. જેનો ખર્ચ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવનાર છે. આ બાબત આજે સ્થાઇમાં મેયરને જાકાર્તા ખાતે જવા માટે મંજૂરીનો મુદ્દે મુકવામાં આવ્યો હતો. તે મંજુર કરવામાં આવ્યો છે.

Advertisement

બે પાઇપલાઇન નાંખવા માટે સુચન

વધુમાં તેમણે જણાવ્યું કે, બીજી સ્થાયી સમિતીની બેઠકમાં પોસ્ટ ઓડિટ રીપોર્ટ મુકવામાં આવ્યો હતો. જેને ધ્યાને લઇને મંજૂર કરવામાં આવી છે. પાણી બાબતે લાંબાગાળાના આયોજનને લઇને સભ્યોના સુચન હતા. અધિકારીઓ સત્વરે કામ કરી, નાગરિકોને પાણી મળે તેમ જણાવ્યું હતું. 4 જૂન બાદ લેવામાં આવનાર છે. વોર્ડ - 5 માં જાંબુડીયાપુરા પાણીની ટાંકીનો વિસ્તાર છે, ત્યાં આસપાસની 20 - 25 સોસાયટીઓમાં લો પ્રેશરની સમસ્યા છે. ટાંકી વહેલી બને તે માટે સુચન હતા. સમામાં ડો. રાજેશ શાહે બે પાઇપલાઇન નાંખવા માટે સુચન કરવામાં આવ્યું છે. તે જોઇને તાત્કાલિક શરૂ કરવામાં આવશે. સાથે જ સભ્યોના પાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરી જણાવવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ગરમીથી બચાવવા ટ્રાફીક સિગ્નલ પર મંડપ ઉભો કરાયો

Tags :
Advertisement

.

×