Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગૌ માંસના વેચાણની આશંકાએ દરોડા

VADODARA : વડોદરા પાસે વાઘોડિયા પોલીસ મથક (WAGHODIA POLICE STATION) વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગૌવંશના માંસ વેચાણ કરવામાં આવતું હોવાની આશંકાએ પોલીસની ટીમે પંચોને સાથે રાખીને દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં ઘરમાંથી 56 કિલો શંકાસ્પદ પશુ માંસ મળી આવ્યું છે....
vadodara   ગૌ માંસના વેચાણની આશંકાએ દરોડા
Advertisement

VADODARA : વડોદરા પાસે વાઘોડિયા પોલીસ મથક (WAGHODIA POLICE STATION) વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગૌવંશના માંસ વેચાણ કરવામાં આવતું હોવાની આશંકાએ પોલીસની ટીમે પંચોને સાથે રાખીને દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં ઘરમાંથી 56 કિલો શંકાસ્પદ પશુ માંસ મળી આવ્યું છે. આ પશુ માંસ, ગૌવંશનું માંસ હોવાની શક્યતાને લઇને વધુ તપાસ અર્થે પશુ ચિકિત્સક અધિકારી મારફતે એફ.એસ.એલ. સુરત (FSL - SURAT) ખાતે મોકલી આપવામાં આવ્યું છે. સાથે જ ઉપરોક્ત મામલે બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

રાત્રે દરોડા પાડ્યા

વાઘોડિયા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઇ જબરાભાઇએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તાજેતરમાં બાતમી મળી હતી કે, વાઘોડિયા આનંદનગરીમાં આંગણવાડી પાછળ રહેતા અલ્તાફ ભાઇ શાબીરભાઇ કુરેશી અને તેનો ભાઇ નિયાજભાઇ શાબીર ભાઇ કુરેશી ઘરે ગૌ વંશના પશુને લાવી કતલ કરી ગૌવંશના માંસનું છુટ્ટક વેચાણ કરે છે. જેને આધારે પોલીસના સ્ટાફે સ્થળ પર રાત્રે દરોડા પાડ્યા હતા. પોલીસે ઘરે જઇ તપાસ કરતા પ્રથમ અલ્તાફભાઇ શાબીરભાઇ કુરેશી (રહે. આનંદ નગરી, બસ ડેપો પાછળ, વાઘોડિયા) એ દરવાજો ખોલ્યો હતો. તેનો ભાઇ નિયાઝ બાજુના રૂમમાં હોવાનું તેણે જણાવ્યું હતું.

Advertisement

સેમ્પલ એફએસએલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાયા

જે બાદ પોલીસ જવાનો દ્વારા ઘરમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન અલગ અલગ જગ્યાએથી કુલ 56 કિલો શંકાસ્પદ પશુ માંસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે જ થાંભલામાં કૃરતા પૂર્વક બાંધવામાં આવેલા બે પાડા મળી આવ્યા હતા. માંસ અંગે પુછતા તે ગૌવંશનું નહિ પરંતુ અન્ય પશુનું હોવાનું તેઓએ જણાવ્યું હતું. જો કે, તે ગૌ માંસ હોવાની પ્રબળ આશંકાએ પશુ ચિકિત્સા અધિકારી મારફતે તેના સેમ્પલ લેવડાવીને સુરતની એફએસએલ લેબોરેટરીમાં વધુ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન મળી આવેલા પશુ માંસની કિંમત રૂ. 11 હજાર આંકવામાં આવી છે. બે પાડાની કિંમત રૂ. 10 હજાર આંકવામાં આવી છે.

Advertisement

બે સામે નોંધાઇ ફરિયાદ

ઉપરોક્ત કાર્યવાહીમાં અલ્તાફ ભાઇ શાબીરભાઇ કુરેશી અને નિયાજભાઇ શાબીર ભાઇ કુરેશી (બંને રહે. આનંદનગરી, બસ ડેપો પાછળ, વાઘોડિયા) સામે પશુસંરક્ષણ ધારા અધિનિયમ તથા પશુ પ્રત્યે ઘાતકીપણા અધિનિયમ સહિતની કલમો હેઠળ વાઘોડિયા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- Chhotaudepur Unique Marriage: વરરાજા નહીં, પણ વરની બહેન દુલ્હન સાથે ફેરા ફરે

Tags :
Advertisement

.

×