Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પત્નીએ પાઇપનો ફટકો મારતા પતિ પલંગ પર ઢળી પડ્યો

VADODARA : વડોદરા (VADODARA) પાસે સોખડા નજીક આવેલી કંપનીમાં રહેતા દંપતિ વચ્ચે મોડી રાત્રે ઝઘડો થયો હતો. દરમિયાન પતિ ક્યાંકથી પાઇપનો ફટકો લઇને આવ્યો હતો. આ પાઇપનો ફટકો હાથમાં રાખીને પહેલા તેણે જાતે જ પોતાને માર્યો હતો. અને બાદમાં પત્નીને...
vadodara   પત્નીએ પાઇપનો ફટકો મારતા પતિ પલંગ પર ઢળી પડ્યો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસે સોખડા નજીક આવેલી કંપનીમાં રહેતા દંપતિ વચ્ચે મોડી રાત્રે ઝઘડો થયો હતો. દરમિયાન પતિ ક્યાંકથી પાઇપનો ફટકો લઇને આવ્યો હતો. આ પાઇપનો ફટકો હાથમાં રાખીને પહેલા તેણે જાતે જ પોતાને માર્યો હતો. અને બાદમાં પત્નીને પણ મારવા માટે આપ્યો હતો. જો તેમ નહી કરે તો પત્નીને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં પત્નીએ ફટકો મારતા જ પતિ પલંગ પર ઢળી પડ઼્યો હતો. આ મામલે મંજુસર પોલીસ મથકમાં પત્ની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દંપતિ દોઢ વર્ષના દિકરા સાથે રહેતા

મંજુસર પોલીસ મથકમાં મહેન્દ્રભાઇ હરમાનભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ કુબેર રેક્ઝીન નામની કંપની ચલાવે છે. ફેક્ટરીમાં કામ કરવા માટે ચાર વર્કરો રજાકખાન, પપ્પુભાઇ, અક્ષય, અને ધર્મેશ છે. રજાકખાન ફેક્ટરીના આગળના ભાગે આવેલી રૂમમાં દોઢ વર્ષના દિકરા સાથે રહે છે.

Advertisement

પત્ની બહુ રડી રહી છે

13, જુલાઇના રોજ તેઓ ફેક્ટરી પર આવ્યા ન્હતા. દરમિયા રાત્રે 13 - 30 કલાકે પપ્પુભાઇનો ફોન આવ્યો અને જણાવ્યું કે, રજાક કંઇ બોલતો નથી. અને તેની પત્ની બહુ રડી રહી છે. તમે કંપની પર આવો. બાદમાં તેની પત્ની રઇશા સાથે વાત કરી પુછ્યું કે, શું થયું હતું ? પત્નીએ જણાવ્યું કે, રજાક મારી સાથે ઝઘડો કરતો હતો. અને મને મારવા માટે પાઇપ લઇને આવ્યો હતો. તે વખતે મારાથી પાઇપ તેને પાઇપ વાગી ગઇ છે. અને તે કંઇ બોલતો નથી. બાદમાં તેઓ તાત્કાલીક કંપનીએ પહોંચ્યા હતા. દરમિયાન રસ્તામાં 100 નંબર ડાયલ રીને પોલીસને જાણ કરવામાં આવી હતી.

Advertisement

ફટકો મારતા તે પલંગ પર પડી ગયો

કંપનીમાં પહોંચતા જોયું કે, રજાક લોહીલુહાણ હાલતમાં પલંગ પર પડ્યો હતો. અને પલંગની પાછળ એક પાઇપ લોહીથી ખકડાયેલી મળી આવી હતી. પત્ની રઇશાએ જણાવ્યું કે, રજાકખાન મારી સાથે ઝઘડો કરતો હતો. તે વખતે બીજા વર્કરોએ મને માર મારવામાંથી છોડાવી હતી. રાત્રે 9 વાગ્યા બાદ બધા સુઇ ગયા ત્યારે રજાકખાને ફરી ઝઘડો કર્યો હતો. અને કંપનીમાંથી પાઇપનો એક ફટકો માથાના ભારે મારીને મને કહેવા લાગ્યો કે, તું આ પાઇપથી મને માર નહીતર હું તને મારી નાંખીશ. બાદમાં તેને એક ફટકો મારતા તે પલંગ પર પડી ગયો હતો. અને બાદમાં હું બેભાન થઇ ગઇ હતી. હાજમાં ભાન આવચા પતિ રજાકખાન મૃત હાલતમાં પલંગ પર મળી આવ્યો હતો.

પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

આખરે આ મામલે રઇશાબાનુ રજાકખાન (હાલ રહે. કુબેર રેક્ઝીન સોખડા) (મુળ રહે. કાગમાળા, થાના જસપરા, ઝાલોર - રાજસ્થાન) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : સાવલીમાં પેલેસ્ટાઇનનો ઝંડો દેખાતા ઉત્તેજના વ્યાપી

Tags :
Advertisement

.

×