Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ક્રિકેટર હાર્દિક પંડ્યાના રોડ-શોને લઇ પોલીસનું જાહેરનામું

VADODARA : તાજેતરમાં ટીમ ઇન્ડિયા ટી - 20 વર્લ્ડ કપમાં (INDIA WON WORLD CUP) વિશ્વ વિજેતા બની છે. જે બાદ ટીમનું મુંબઇમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આવતી કાલે મુળ વડોદરાના ભારતીયા ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા (VADODARA...
vadodara   ક્રિકેટર હાર્દિક પંડ્યાના રોડ શોને લઇ પોલીસનું જાહેરનામું
Advertisement

VADODARA : તાજેતરમાં ટીમ ઇન્ડિયા ટી - 20 વર્લ્ડ કપમાં (INDIA WON WORLD CUP) વિશ્વ વિજેતા બની છે. જે બાદ ટીમનું મુંબઇમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આવતી કાલે મુળ વડોદરાના ભારતીયા ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા (VADODARA - CRICKETER HARDIK PANDYA) વડોદરામાં આવનાર છે. ત્યારે તેઓનું રોડ-શો (ROAD SHOW) સાથે રેલીમાં ભવ્ય સ્વાગત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેને ધ્યાને રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રૂટ પર સાંજે 4 વાગ્યાથી ટ્રાફીક ડાટવર્ટ કરવામાં આવનાર છે. જ્યાં સુધી રોડ-શો પૂર્ણ નહી થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.

અકોટા-દાંડીયાબજાર બ્રિજ પાસે પૂર્ણ થશે

આવતીકાલે, સોમવારે સાંજે 5 વાગ્યે વડોદરામાં હાર્દિક પંડ્યાનો રોડ-શો કરીને ભવ્ય સ્વાગત કરવાનું આયોજન છે. આ રોડ-શો માંડવીથી શરૂ થઇને લહેરીપુરા દરવાજા, ન્યાય મંદિર, ફાયર બ્રિગેડ ચાર રસ્તા, દાંડીયાબજાર ચાર રસ્તા થઇ મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી આવીને અકોટા-દાંડીયાબજાર બ્રિજ સોલાર પેનલ પાસે પૂર્ણ થશે. દરમિયાન રૂટમાં આવતા 20 રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સાંજે 4 વાગ્યા બાદથી જેમ જેમ રોડ-શો આગળ વધશે તેમ તેમ ટ્રાફીક ડાયવર્ઝનની કામગીરી કરવામાં આવશે તેમ પોલીસ કમિશનરના જાહેરનામાં જણાવવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વિવાદીત ફિલ્મને ભાજપ યુવા મોરચાના પ્રમુખનું સમર્થન

Tags :
Advertisement

.

×