Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ધો. 12 સુધી ભણેલા યુવકને નોકરી નહિ મળતા ભર્યુ અંતિમ પગલું

VADODARA : વડોદરા જિલ્લામાં (VADODARA DISTRICT) આવેલા અણખોલ ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગામમાં રહેતા 22 વર્ષિય યુવક ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો હતો. જે બાદ તે નોકરીની શોધમાં હતો. પરંતુ તેને નોકરી મેળવવામાં કોઇ સફળતા મળી ન...
vadodara   ધો  12 સુધી ભણેલા યુવકને નોકરી નહિ મળતા ભર્યુ અંતિમ પગલું
Advertisement

VADODARA : વડોદરા જિલ્લામાં (VADODARA DISTRICT) આવેલા અણખોલ ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગામમાં રહેતા 22 વર્ષિય યુવક ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો હતો. જે બાદ તે નોકરીની શોધમાં હતો. પરંતુ તેને નોકરી મેળવવામાં કોઇ સફળતા મળી ન હતી. જેને લઇને તે ટેન્શનમાં હતો. જેથી ગતરોજ તે ઘરના પહેલા માળે જમ્યા વગર સુવા જતો રહ્યો હતો. જે બાદ પંખા વડે તેણે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. આ ઘટના અંગે મંજૂસર પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.

કોઇ મેળ ન પડતા તે ટેન્શનમાં રહેતો હતો

વડોદામાં મધ્યગુજરાતની સૌથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને સૌથી વધુ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. પરંતુ કેટલાક કિસ્સામાં નોકરી મળવામાં મોડું થતા યુવાનો હિંંમત હારી જાય છે તેવા કિસ્સાઓ પણ આજની હકીકત છે. આવા જ એક અકસ્માતે મોતનો કિસ્સો મંજૂસર પોલીસ મથકમાં નોંધાવવા પામ્યો છે. જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ઇન્દ્રદત્ત ભવાનીદત્ત શર્મા (રહે. શિવદર્શન ડુપ્લેક્ષ, અણખોલ ગામ, વડોદરા) (મૂળ રહે. શિવ મંદીરની પાછળ, ઉભો ટેકરો, સનાલા રોડ, મોરબી) એ ધો. 12 સુધીનો અભ્યાસ કરેલ છે. અને તે નોકરીની શોધમાં હતો. લાંબા સમયથી નોકરીની શોધમાં રહેવા છતાં કોઇ મેળ ન પડતા તે ટેન્શનમાં રહેતો હતો.

Advertisement

જમ્યા વગર ભુખ્યો જતો રહ્યો

તેવામાં ગતરોજ રાત્રે ટેન્શન વધી જતા તે જમ્યા વગર ભુખ્યો રહ્યો હતો. અને ઘરના ઉપરના માળે સુવા જતો રહ્યો હતો. જ્યાં તેેણે પંખા વડે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈને જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. રાત્રે પોણા અગિયાર વાગ્યે પરિજનો જ્યારે તેની ભાળ મેળવવા માટે ગયા ત્યારે તેણે અંતિમ પગલું ભરી દીધું હતું. આ ઘટનાને લઇને પરિજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ અંગેની જાણ જીતેન્દ્રદત્ત ભવાનીદત્ત શર્માએ પોલીસને કરી હતી. જે બાદ મામલાની અકસ્માતે મોતની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો --VADODARA : ધૂળેટી પૂર્વે લાકડાના વ્હેર વચ્ચે સંતાડેલો દારૂનો જથ્થો જપ્ત કરતી વરણામા પોલીસ

Tags :
Advertisement

.

×