Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કોલેજમાં નોકરી માટે વાત કરવાનું કહી નિકળેલો યુવક લાપતા

VADODARA : વડોદરા (VADODARA) પાસે વાઘોડિયામાં રહેતો યુવક કોલેજમાં નોકરી જોવાનું કહીને ઘરેથી નિકળ્યો હતો. ત્યાર બાદથી તે ઘરે પરત ફર્યો ન્હતો. યુવકના પરિજનો તથા મિત્રવર્તુળમાં સંપર્ક કરવામાં આવતા તેની કોઇ ભાળ મળી ન્હતી. આખરે આ મામલે વાઘોડિયા પોલીસ મથકમાં...
vadodara   કોલેજમાં નોકરી માટે વાત કરવાનું કહી નિકળેલો યુવક લાપતા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસે વાઘોડિયામાં રહેતો યુવક કોલેજમાં નોકરી જોવાનું કહીને ઘરેથી નિકળ્યો હતો. ત્યાર બાદથી તે ઘરે પરત ફર્યો ન્હતો. યુવકના પરિજનો તથા મિત્રવર્તુળમાં સંપર્ક કરવામાં આવતા તેની કોઇ ભાળ મળી ન્હતી. આખરે આ મામલે વાઘોડિયા પોલીસ મથકમાં મીસીંગ પર્સનની જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે લાપતા યુવકની શોધખોળ તેજ કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

પરિજનો ચિંતામાં મુકાયા

વડોદરા પાસે વાઘોડિયાના કમલાપુરામાં રહેતો 38 વર્ષિય યુવક વિપિનભાઇ સોમાભાઇ વસાવા પારૂલ કોલેજ (PARUL COLLEGE) માં નોકરી જોવા માટેની વાત કરવા જવાનું કહીને ઘરેથી નિકળ્યો હતો. તે 19 જુનના રોજ સવારે સાડા સાત વાગ્યાના સુમારે ઘરેથી કહીનો નિકળ્યો હતો. ત્યાર બાદ મોડી સાંજ સુધી તે પરત નહી ફરતા પરિજનો ચિંતામાં મુકાયા હતા. તેની ભાળ મેળવવા માટે નજીકના લોકો તથા મિત્રવર્તુળમાં પુછપરછ કરવામાં આવી હતી. પરંતુ તેની કોઇ ભાળ મળી શકી ન્હતી. જેની આજદિન સુધી કોઇ ભાળ ન મળતા આખરે મામલો પોલીસ મથક પહોંચ્યો છે.

Advertisement

જાણવાજોગ ફરિયાદ નોંધાઇ

પિતા સોમાભાઇ બચુભાઇ વસાવાએ વાઘોડિયા પોલીસ મથકમાં પુત્ર વિપિનભાઇ સોમાભાઇ વસાવા લાપતા થયો હોવા અંગે વાઘોડિયા પોલીસ મથકમાં મીસીંગ પર્સનની જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે લાપતા યુવકને શોધી કાઢવા માટે તપાસ તેજ કરી છે.

તપાસ હેડ કોન્સ્ટેબલને સોંપાઇ

લાપતા યુવકના વર્ણન પ્રમાણે, તે ઘઉંવર્ણ છે, અને તેના માથા પર ટાલ છે, છેલ્લા ઘરેથી જતી વેળાએ તેણે લાલ કલરનો શર્ટ અને પેંટ પહેર્યા હતા. તે હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે. આ મામલે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ બાદ વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જયસુખભાઇ ચીથરભાઇને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : સિક્કિમમાં ફસાયેલો પરિવાર હેમખેમ પરત

Tags :
Advertisement

.

×