Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad : એક બાઇક પર જતા ત્રણ યુવકોને નડ્યો અકસ્માત, 2 નાં મોત, 1 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

વલસાડના (Valsad) પારડી તાલુકામાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. બાઇક સવાર 3 યુવકોને અજાણ્યા વાહને ટક્કર મારતા ત્રણેય યુવક હવામાં ફંગોળાઈને પટકાયા હતા. આ અકસ્માતમાં (Accident) 2 યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત...
valsad   એક બાઇક પર જતા ત્રણ યુવકોને નડ્યો અકસ્માત  2 નાં મોત  1 ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Advertisement

વલસાડના (Valsad) પારડી તાલુકામાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. બાઇક સવાર 3 યુવકોને અજાણ્યા વાહને ટક્કર મારતા ત્રણેય યુવક હવામાં ફંગોળાઈને પટકાયા હતા. આ અકસ્માતમાં (Accident) 2 યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે પારડી પોલીસે (Pardi police) અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

3 પૈકી 2 યુવકના મોત

વલસાડ (Valsad) જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા (Udwada) ગામે અકસ્માતની એક ઘટના બની છે. એક બાઇક પર જઈ રહેલા ત્રણ યુવકને અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી. આથી ત્રણેય યુવક હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું અને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, ત્રણ પૈકી બે યુવકોને તબીબે મૃત જાહેર કર્યા હતા.

Advertisement

વાડીમાં મજૂરી માટે જઈ રહ્યા હતા યુવકો

જ્યારે અન્ય એક યુવકને ગંભીર રીતે ઇજાઓ થતા તેની સારવાર ચાલી રહી છે. આ મામલે પારડી પોલીસને જાણ થતા પોલીસની (Pardi police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ, ભોગ બનેલ ત્રણેય યુવકો વાડીમાં મજૂરી માટે જઈ રહ્યા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ફરાર થયો હતો.

Advertisement

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy : આ 13 અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા અરજી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું મોટું નિવેદન

આ પણ વાંચો - VADODARA : એક જ રાતમાં રૂ.4.91 લાખના મુદ્દામાલનો સફાયો

આ પણ વાંચો - Gandhinagar : ભાજપ મહિલા નેતાઓનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, શું છે વાત જાણો ?

Tags :
Advertisement

.

×