Weather Forecast : આજે મેઘરાજા જળતાંડવ સર્જવાનાં મૂડમાં! હવામાન વિભાગે કરી આગાહી
Weather Forecast : રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જો કે, કેટલાક જિલ્લાઓમાં અત્યાર સુધી હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. હવે આગામી 7 દિવસમાં વરસાદને લઈ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. જે મુજબ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં (Gandhinagar) ભારે વરસાદની આગાહી છે.
Gujarat રાજ્યમાં બે દિવસ તોફાની પવન સાથે વરસાદી ઝાપટાં પડશે | Gujarat First@IMDWeather @IMDAHMEDABAD #GujaratRain #MonsoonAlert #HeavyRainForecast #WeatherUpdate #RainfallExpectation #GujaratWeather #MonsoonSeason #RainyDaysAhead #WeatherWarning #SaurashtraRain #gujaratfirst pic.twitter.com/mHeMakDUeN
— Gujarat First (@GujaratFirst) July 9, 2024
અમદાવાદ-ગાંધીનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
રાજ્યમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. પરંતુ બીજી તરફ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય વરસાદ નોંધાયો છે. ત્યારે હવે હવામાન વિભાગે આગામી 7 દિવસમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 7 દિવસમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ અને ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વિભાગના જણાવ્યા મુજબ, સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) અને શિયર ઝોન સક્રિય થતાં અતિભારે વરસાદ પડી શકે છે.
GujaratRain: દ.Gujarat અને Saurashtra માં ભારે વરસાદની શક્યતા | Gujarat First@IMDWeather @IMDAHMEDABAD #GujaratRain #MonsoonAlert #HeavyRainForecast #WeatherUpdate #RainfallExpectation #GujaratWeather #MonsoonSeason #RainyDaysAhead #WeatherWarning #SaurashtraRain #gujaratfirst pic.twitter.com/A4GgTJafmp
— Gujarat First (@GujaratFirst) July 9, 2024
આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
પ્રાપ્ત માહિતી મુજબ, બે દિવસ દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આજની વાત કરીએ તો આણંદ, વડોદરા (Vadodara), છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી (Weather Forecast) છે. જ્યારે સુરત (Surat), ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. ઉપરાંત, જુનાગઢ, અમરેલી (Amreli), ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દ્વારકા (Dwarka), મોરબી, જામનગર, રાજકોટ (Rajkot), દીવ અને કચ્છમા ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમા ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો - Gujarat: રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા, હવામાન વિભાગે કરી આગાહી
આ પણ વાંચો - છોટાઉદેપુર પંથકમાં ભારે વરસાદથી રોડ રસ્તા ધોવાયા, તંત્રનો પોલ ખુલી
આ પણ વાંચો - Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં 141 તાલુકામાં મેઘ મહેર,દાંતામાં 8 ઇંચ વરસાદ